BIG BREAKING: જીજ્ઞેશ મેવાણી સહિત 19ને કોર્ટ 6 માસની સજા ફટકારી, 2016 થી ચાલી રહ્યો હતો કેસ

અમદાવાદ(Ahmedabad) : જીજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) સહિત 19ને 6 માસની સજા થઇ છે. જેમાં સુબોધ પરમાર, રાકેશ મહેરિયાને 6 માસની સજા થઇ છે. તેમજ મહેસાણા બાદ વધુ એક કેસમાં જીજ્ઞેશ મેવાણી(Jignesh Mevani)ને સજા કરવામાં આવી છે. તથા ચક્કાજામ કરવાના કેસમાં 6 માસ ઉપરાંત દંડની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2016માં અમદાવાદમાં ચક્કાજામ કરવાનો કેસ હતો. તથા કોર્ટે જીજ્ઞેશ મેવાણી(Jignesh Mevani)ના જામીન મંજૂર કર્યા છે.
મહેસાણા બાદ વધુ એક કેસમાં જીજ્ઞેશ મેવાણીને સજા
અમદાવાદમાં વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા કરવામાં આવેલ વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં.21 દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. નામ બદલવા મુદ્દે તોડફોડ પણ કરવામાં આવી હતી. આ તોડફોડ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કુલ 19માંથી 7 આરોપીઓના મૃત્યુ થયા છે. કાયદા ભવનનું નામ બદલવાને લઇ યુનિવર્સિટીમાં થયેલી તોડફોડ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના આરોપીઓને 6-6 મહિનાની સજા ફટકારવામાં આવી છે, જોકે આ કેસમાં કોર્ટ દ્વારા જામીન પણ આપવામાં આવ્યા છે. ત્યારે હવે જીજ્ઞેશ મેવાણી સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV