Amelia Kerr Run Out: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં એક વિવાદાસ્પદ ક્ષણ જોવા મળી હતી. એમેલિયા કેરને રન આઉટ થવા છતાં આઉટ આપવામાં આવ્યો ન હતી. આ પછી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ફિલ્ડ અમ્પાયર વચ્ચે લાંબી વાતચીત જોવા મળી હતી.
આ ઘટના ન્યૂઝીલેન્ડની ઈનિંગની 14મી ઓવરના છેલ્લા બોલ પર જોવા મળી હતી. દીપ્તિ શર્મા બોલિંગ કરી રહી હતી. કિવી ઓલરાઉન્ડર એમેલિયા કેરે છેલ્લા બોલ પર શોટ રમીને સિંગલ લીધો હતો. આ પછી સોફી ડિવાઈને બીજા રન માટેનો કોલ કર્યો.
2 scenarios:
1st: Batter intention was for run, should be declared out.
2nd: Umpires called OVER! 1 Run would not have been awarded even if they had completed. So a Not out. #Harmanpreetkaur as usual 🔥🔥. #Ameliakerr anyways dismissed in next over!!!#INDvsNZ pic.twitter.com/Jadhq3NYk5
— SpotOnViews (@spotonviews) October 4, 2024
આઉટ આપવામાં ન આવતા વિવાદ સર્જાયો
હરમનપ્રીતે બાઉન્ડ્રી લાઇનની નજીકથી વિકેટકીપર રિચા ઘોષ તરફ થ્રો ફેંક્યો અને ઘોષે એમેલિયા કેરને કોઈ ભૂલ કર્યા વિના રન આઉટ કરી હતી. કેર પેવેલિયન તરફ પાછો ફરી અને ભારતીય ટીમે ઉજવણી શરૂ કરી. ત્યારબાદ ત્રીજા અમ્પાયરે કેરને મેદાન પર જ રોકી અને તેને નોટઆઉટ જાહેર કરવામાં આવી. ત્યારે આ અંગે વિવાદ સર્જાયો હતો.
અમ્પાયરે ઓવર પૂરી કરી હતી
વાસ્તવમાં, થયું એવું કે જ્યારે ડિવાઈને બીજા રન માટે કોલ કર્યો અને હરમનપ્રીતે થ્રો કર્યો. તે પહેલા ફિલ્ડ અમ્પાયરે ઓવરનો અંત જાહેર કર્યો હતો. અમ્પાયરે તેની કેપ દીપ્તિ શર્માને પાછી આપી અને તેના કારણે અમેલિયા કેરને નોટઆઉટ જાહેર કરવામાં આવી.
એ પછીની જ ઓવરમાં આઉટ થઈ
જો કે આ મુદ્દે રમત થોડીવાર માટે અટકાવી દેવામાં આવી હતી. હરમનપ્રીત કૌર ફિલ્ડ અમ્પાયર સાથે વાત કરતી જોવા મળી હતી. તે જ સમયે, મેદાનની બહાર કોચ અમોલ મજમુદારે થર્ડ અમ્પાયર સાથે પણ વાત કરી હતી. એમેલિયા કેરને જીવનદાન મળ્યું પરંતુ તે તેનો વધુ ફાયદો ઉઠાવી શકી નહીં. તે બીજી જ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી.
🚨 BIG CONTROVERSY IN INDIA VS NEW ZEALAND MATCH!
– Shocking umpiring decision! Amelia Kerr tried to steal a second run and was brilliantly run out by Harmanpreet Kaur, but the umpires called it a dead ball! 😳 The crowd and Team India are not happy with this call. #INDvNZ… pic.twitter.com/OHaNWtGOzk
— The AceCricket (@TheAcecricket) October 4, 2024
ભારત મેચ હારી ગયું
મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. 20 ઓવરમાં 4 વિકેટે 160 રન બનાવ્યા. એસ ડિવાઈને 36 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પ્લિમરે 34 અને બેટ્સે 27 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે બે, અરુંધતિ રેડ્ડી અને આશા શોભનાએ એક-એક વિકેટ લીધી હતી.
160 રનનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 15 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ 13-13 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની બોલર રોઝમેરી મેરે ચાર અને એડન કાર્સને બે વિકેટ ઝડપી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube