September 8, 2024
KalTak 24 News
Sports

IPL 2024: રોહિત શર્માની જગ્યાએ આ ગુજરાતી ખેલાડી બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન,રોહિત શર્માની 10 વર્ષની સફર પર વિરામ

Hardik Pandya replaces Rohit Sharma
  • IPL 2024ને લઈને મુંબઈ ઈન્ડિયંસે કર્યો બદલાવ
  • 10 વર્ષથી કેપ્ટન રહેલાં રોહિત શર્માને પદથી હટાવ્યાં
  • આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્શનશીપ કરશે હાર્દિક પંડ્યા

Hardik Pandya replaces Rohit Sharma: મુંબઈ ઈન્ડિયન્સે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. IPLની આગામી સીઝન માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કમાન સોંપવામાં આવી છે.રોહિત શર્મા છેલ્લાં 10 વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં છે. પણ આ વખતે ફ્રેંચાઈઝીએ 2024ની સીઝનથી પહેલા મોટી ડીલ કરી છે અને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમે આઈપીએલ મિની નીલામી પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. નીલામી 19 ડિસેમ્બરનાં થવાની છે.હાર્દિક હાલમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થઈને મુંબઈ ઈન્ડિયન્સ આવ્યો હતો. 2015થી 2021 સુધી હાર્દિક મુંબઈનો જ ભાગ હતો

લીડરશીપમાં મોટો ફેરફાર
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે 5 વખત ટાઈટલ જીત્યું છે. હવે મુંબઈ ઈંન્ડિયંસે આજે 2024ની સીરીઝ માટે લીડરશીપ ગ્રુપમાં ફેરફાર કર્યો છે. સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશીપનાં પદથી હટાવ્યું છે જ્યારે હાર્દિકને એ પદ સોંપ્યું છે.

મુંબઈના હેડ કોચ મહેલા જયવર્ધનેએ શું કહ્યું?
મહેલા જયવર્ધને કહ્યું હતું કે આ ટીમ નિર્માણનો એક ભાગ છે. સારા ભવિષ્ય માટે સત્યને વળગી રહેવું તે મુંબઈ ઈન્ડિયનની ફિલસૂફી છે. મુંબઈ ઈન્ડિયન્સને હંમેશા સચિનથી લઈને હરભજન અને રિકીથી લઈને રોહિત સુધીના અસાધારણ નેતૃત્વનો આશીર્વાદ મળ્યો છે, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપતી વખતે હંમેશા ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર નજર રાખી છે. આ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યા IPL 2024ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.

વધુમાં કહ્યું હતું કે અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ; 2013 થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેના નેતૃત્વથી માત્ર ટીમને અપ્રતિમ સફળતા જ નહીં પરંતુ તેણે આઈપીએલના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, MI અત્યાર સુધીની સૌથી સફળ અને પ્રિય ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા મેદાનમાં અને બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું.

હાર્દિકે ગુજરાત ટાઈટન્સને અપાવ્યો હતો કપ
હાર્દિક પંડયા પણ કેપ્ટન તરીકે IPLનો ખિતાબ જીતી ચુક્યો છે. 2022માં ગુજરાત ટાઈટન્સે હાર્દિકની કેપ્ટનશિપમાં પહેલી વખત રમતા, ટાઈટલ પોતાના નામે કર્યું હતું. 2022ના ઓક્શન પહેલા મુંબઈએ હાર્દિકને રિલીઝ કરી દીધો હતો, પરંતુ 2024ના ઓક્શન પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સની સાથે જોડાયો હતો. હવે ટીમે રોહિતને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડયાને પોતાના નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે.

 

Group 69

 

Related posts

Axar Patel Marriage : મેહાની સ્ટાઈલ પર અક્ષર પટેલ બન્યો ક્લીન બોલ્ડ, લગ્નમાં ક્રિકેટરે કર્યો જોરદાર ડાન્સ

KalTak24 News Team

BCCI Media Rights/ મીડિયા રાઇડ્સમાં Viacom18એ મારી બાજી,ટીવી અને ડિજિટલ બંને અધિકારો મેળવ્યા

KalTak24 News Team

Cristiano Ronaldo YouTube/ રોનાલ્ડોએ Youtubeમાં કર્યો પ્રવેશ;થોડા જ સમયમાં ચેનલમાં એટલા બધા સબ્સ્ક્રાઇબ થઈ ગયા કે મોટા યુટ્યુબરો થઈ ગયા આશ્ચર્યચકિત!

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી