- પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડ
- આરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતો
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછ
અમદાવાદ : શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં કોટ વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાની જાસૂસની (Pakistani Agent) ધરપકડ કરવામાં આવી છે. શહેરમાં રહીને દુશ્મન દેશ માટે કામ કરતા આ જાસૂસની ધરપકડથી આગામી સમયમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે. પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
પાકિસ્તાન સિમ કાર્ડ મોકલતો હતો
જાણકારી મુજબ, અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતો પાકિસ્તાની જાસૂસને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. આરોપી પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકાળાયેલો હતો અને અહીં રહીને સિમકાર્ડ પાકિસ્તાન મોકલતો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીના ઈરાદાઓ શું હતા, તે અન્ય કોની સાથે સંપર્કમાં હતા. તથા અહીંથી સિમકાર્ડ લઈને પાકિસ્તાન શા માટે આપતો હતો સહિતના વિવિધ સવાલો વિશે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :-
- હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરતની 300 થી વધુ સંસ્થા નું સન્માન સમારોહ
- કાગવડ ખોડલધામમાં ખાતે 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, માઇભક્તોમાં અનેરો આનંદ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp