દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દ્રારા ધરપકડ કરવામાં આવતાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. ગત મોડીરાત્રે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. દૂધ સાગર ડેરીના 320 કરોડના નાણાકીય ગોટાળા સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. જેને લઇને મહેસાણા એસીબીમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જેને લઇને વિપુલ ચૌધરી અને તેમના CAની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમને ACBને સોંપવામાં આવશે.
મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નં. 5/2022) સંદર્ભે આઈપીસીની કલમો 406, 409, 420, 465, 467, 468, 471, 120(B)અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2)ની કલમો હેઠળ અટકાયત કરવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રીની અટકાયત રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે.
300 કરોડની ઉચાપતનો કેસ
મળતી વિગતો પ્રમાણે દૂધસાગર ડેરીમાં નાણાંકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલા ભરીને આખરે બંનેની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના PA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને આ સમગ્ર કૌભાંડ અંગે વધુ જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
ગાંધીનગરમાં આવેલા તેફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.
અગાઉ પણ વિપુલ ચૌધરીને થઇ છે જેલ
ઉલ્લેખનીય છે કે અગાઉ 2020માં પણ બનાસ ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી હતી. નોંધનીય છે કે વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા હતા પરંતુ પછી ભ્રષ્ટાચારના આરોપોને કારણે અમૂલ અને દૂધસાગર બંનેમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી પર પશુ આહારમાં 22 કરોડના કૌભાંડનો આરોપ હતો. 2018માં ટ્રિબ્યુનલ કોર્ટે રૂ. 22 કરોડના કથિત કૌભાંડના સંબંધમાં ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો :-
- કોણ છે કોઠારીયાના દિવ્યાંગ સ્ટાર કમાભાઈ? આજે બોર્ડીગાર્ડ સાથે ડાયરામાં મારે છે એન્ટ્રી..
-
બીજા દિવસે પણ રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્ર ફિલ્મની ધૂમ, કેટલા કરોડનો બિઝનેસ કર્યો
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ