February 5, 2025
KalTak 24 News
BharatEntrainment

VIDEO: સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી, જાણો શું છે સમગ્ર મામલો

Allu Arjun Arrested:અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. પ્રીમિયરમાં ભાગદોડ મામલે તેની ધરપકડ કરાઈ છે. પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન ભાગદોડ થઈ હતી જે દરમિયાન એકનું મોત થયું હતું. આ પછી પોલીસે કાર્યવાહી કરી છે.

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે આજે 13 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલાના મોતના સંબંધમાં ધરપકડ કરી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ના પેઇડ પ્રિવ્યૂ દરમિયાન અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો, જ્યાં અભિનેતાને જોઈને ચાહકો કાબૂ બહાર ગયા હતા અને જેના કારણે ફિલ્મ જોવા આવેલી એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક પણ ઘાયલ થયું હતું.

મહિલા તેના પતિ અને બાળકો સાથે ફિલ્મ જોવા આવી હતી.આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ કેસ માટે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

મહિલાનું થયું હતું મોત

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

અભિનેતાએ  પરિવારને 25 લાખ વચન આપ્યું હતું

અલ્લુ અર્જુનની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ મામલે અભિનેતાની અહીં પૂછપરછ કરવામાં આવશે. અલ્લુ અર્જુન અને તેની ટીમે પણ મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતા તેના પરિવારને પણ મળ્યો હતો. અભિનેતાએ મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની મદદ કરવાનું પણ વચન આપ્યું હતું.

હજુ આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છીએ….

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

PM Modi-Coldplay: પીએમ મોદીએ ભારતમાં લાઇવ કોન્સર્ટની સફળતા ને લઈ જાણો શું કહ્યું, કોલ્ડપ્લેનો કર્યો ઉલ્લેખ

KalTak24 News Team

Oscar 2024 Full Winner List/ ઓસ્કર 2024માં ‘ઓપેનહાઇમર’નો દબદબો,કિલિયન બેસ્ટ એક્ટર તો નોલાન બેસ્ટ ડિરેક્ટર બન્યા

KalTak24 News Team

Stree 2 Box Office Collection: સ્ત્રી 2 બની સૌથી મોટી ઓપનર, પ્રથમ દિવસે જ તોડી નાખ્યા તમામ રેકોર્ડ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં