- ચૂંટણી પૂર્વે AAPએ વધુ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા
- અત્યાર સુધી માં કુલ 73 ઉમેદવારોના નામ AAPએ કર્યા છે જાહેર
- AAPએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું છે
સુરત(Surat): ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા ઉમેદવારોનુ લિસ્ટ બહાર પાડવાની આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. મતદારો ચૂંટણી પહેલા જ ઉમેદવારોને જાણે અને તેમને ઓળખ તે માટે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ વહેલા જાહેર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે છઠ્ઠા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. સુરતથી ગોપાલ ઇટાલિયા આપની પાંચમી યાદી જાહેર કરી છે. આજે 20 ઉમેદવારોના નામ જાહેર થયા છે.
20 ઉમેદવારોના નામ જાહેર
- રાપર બેઠક પરથી આંબાભાઇ પટેલ
- વડગામ બેઠક પરથી દલપત ભાટીયા
- મહેસાણા બેઠક પરથી ભગત પટેલ
- વિજાપુર બેઠક પરથી ચિરાગભાઈ પટેલ
- ભિલોડા બેઠક પરથી રૂપસિંહ ભગોડા
- બાયડ બેઠક પરથી ચુનીભાઇ પટેલ
- પ્રાંતિજ બેઠક પરથી અલ્પેશ પટેલ
- ઘાટલોડીયા બેઠક પરથી વિજય પટેલ
- જુનાગઢ બેઠક પરથી ચેતન ગજેરા
- વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી
- બોરસદ બેઠક પરથી મનીષ પટેલ
- અંકલાવ બેઠક પરથી ગજેન્દ્ર સિંહ
- ઉમરેઠ બેઠક પરથી અમરીશભાઈ પટેલ
- કપડવંજ બેઠક પરથી મનુભાઈ પટેલ
- સંતરામપુર બેઠક પરથી પર્વત વાગોડીયા ફૌજી
- દાહોદ બેઠક પરથી પ્રો.દિનેશ મુનિયા
- મંજલપુર બેઠક પરથી વિરલ પંચાલ
- સુરત નોર્થ બેઠક પરથી મહેન્દ્ર નાવડીયા
- ડાંગ બેઠક પરથી સુનીલ ગામી
- વલસાડ બેઠક પરથી રાજુ મર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/U48hzugsBj
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 20, 2022


વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ
ગોપાલ ઈટાલિયાએ પહેલુ લિસ્ટ જાહેર કર્યુ હતું ત્યારે આ અંગેનું કારણ આપતા કહ્યું હતું કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમેદવારો ને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.
અપડેટ કરી રહ્યા છીએ…
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp