April 8, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરાજાહેર હત્યા,અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો;પોલીસ કાફલો ઘટનાસ્થળે

  • Surat માં ફરી એકવાર ખેલાયો ખૂની ખેલ
  • કાપોદ્રામાં ઋષિ પંડિત નામના યુવકની હત્યા
  • સરાજાહેર યુવકની હત્યા કરી હત્યારો ફરાર

Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ રાત્રિના સમયે સરાજાહેર એક યુવકની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે. જો કે, હજી હત્યા પાછળનું કારણ અકબંધ રહ્યું છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુરઘા કેન્દ્ર પાસે યુવકની હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. યુવકનો મૃતદેહ જાહેર સ્થળ ઉપર પડતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. યુવકનું મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. યુવકને આસપાસના વિસ્તારના લોકો જાણતા હતા. ઘટનાની પોલીસનો ઉચ્ચ અધિકારીઓ તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે. કયા કારણસર હત્યા થઈ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

હત્યા પાછળનું કારણ અકબંધ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક યુવકની ઓળખ ઋષિ પંડિત તરીકે થઈ છે. યુવક પર કોઈ કારણસર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે.યુવક પર હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર ફરાર થઈ ગયા છે.બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ પહોંચી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઋષિ પંડિતની હત્યા કેમ કરવામાં આવી ? અને હત્યા કોણે કરી ? તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને હત્યાનો ભેદ ઉકેલવા અને ફરાર હત્યારાને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.અજાણ્યા ઈસમને શોધવા માટે CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ આસપાસના લોકોના નિવેદન લેવાના પણ શરૂ કરાયા છે.જોકે જાહેરમાં બનેલા આ હત્યાના બનાવને લઈને લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે. સાથે જ આ હત્યાના બનાવને લઈને સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સુરત/ચાલુ મોપેડમાં પર્સ ચોરવાનો ફિલ્મી દૃશ્યો CCTVમાં કેદ; મોપેડ સવારે પર્સ ઝૂંટવતા દંપતી નીચે પટકાયું,ચોરને પકડી ઢીબી નાંખ્યો,જુઓ CCTV VIDEO…

KalTak24 News Team

મહાકુંભ 2025 / મહાકુંભ લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મેળામાં જવા GSRTCની બસ સેવા શરૂ કરાશે;શ્રદ્ધાળુઓને મળશે વિશેષ સુવિધા

Mittal Patel

કલતક24 ન્યૂઝ સ્પેશિયલ: વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવમાં જૂના અખાડાના આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજી પધાર્યા

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં