Surat News: સુરતમાં ડાયમંડ બુર્સની અદ્ભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 60 દિવસની મહેનત બાદ દેશના અલગ અલગ 7 રાજ્યોના કારીગરો દ્વારા ડાયમંડ બુર્સની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે કિલો પંચધાતુ અને 7 હજાર જેટલા ડાયમંડનો પણ ઉપયોગ કરાયો છે.
જુઓ VIDEO:
આવતી કાલે એટલે કે,17 ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સુરતમાં ખજોદ સ્થિત નિર્માણ પામેલા ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. ત્યારે સુરતમાં ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિને બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના 7 રાજ્યોના કારીગરોએ 60 દિવસની મહેનત બાદ બનાવી છે. જેમાં 2 કિલો પંચધાતુ અને 7 હજાર જેટલા ડાયમંડનો પણ ઉપયોગ કરાયો છે.
જાણીતા સુવર્ણકાર જતીન કાકડિયાએ આ કૃતિ અંગે કહ્યું હતું કે, ‘આ એક આઈકોનિક બિલ્ડિંગ છે જેથી આ પ્રતિકૃતિ બનાવી છે જેના દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારતનો સંદેશ અપાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, ડાયમંડ બુર્સ જેવો જ રંગ લાવવા કોપર, ઝિંક અને એલોઈ સહિત 5 ધાતુનો ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે જ્યારે તેમાં 102 કેરેટના 6,886 હીરા છે.
પ્રતિકૃતિ બનાવનારે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે. તે અંગેની જાહેરાત થતાં જ આ પંચ ધાતુમાંથી પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનનું જે વિઝન છે. તે ડાયમંડ જ્વેલરી સમગ્ર વિશ્વને પૂરું પાડે છે. ત્યારે આ પ્રતિકૃતિ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.વધુમાં જણાવ્યું હતું કે, ”અમે પીએમ નરેન્દ્ર ભાઈ મોદીને એક ઉતમ ભેટ આપવા માંગતા હતા ત્યારે વિશ્વના સૌથી મોટા લીડરને આનાથી શ્રેષ્ઠ પ્રતિકૃતિ ભેટ ન હોય શકે.”
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube