November 22, 2024
KalTak 24 News
Bharat

અરે બાપરે…જામનગરમાં બાલાજીની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યો,ફૂડ વિભાગે સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી

a-fried-frog-came-out-of-balajis-wafer-in-jamnagar

Jamnagar Balaji Wafer News: આજકાલ ખાણી -પીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળતી હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આવી ઘટનાઓ બનવી જાણે કે સામાન્ય થઈ ગઈ હોય એમ બની રહી છે. આવી જ એક ઘટના જામનગરમાંથી(Jamnagar Balaji Wafer News) સામે આવી છે. જ્યા વેફરના પડીકામાથી દેડકો નીકળ્યો છે. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વેફરના પેકેટમાંથી તળેલો દેડકો જોવા મળતો

આ અંગે વિગતવાર જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન તાલપરાએ પટેલ પ્રોવિઝન માંથી બાલાજી વેફર ખરીદી હતી. જેવું વેફર પેકેટ ખોલ્યું કે એમાંથી મરેલો તળેલો દેડકો જોવા મળ્યો હતો. આ બાબતે જસ્મીન તાલપરાએ તરત જ દુકાનમાં વાત કરી હતી.દુકાનવાળાએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરતા સરખો જવાબ ન મળતા જામનગર મહાનગરપાલિકાના ફુડ વિભાગનો કોન્ટેક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.

‘દુકાને આવીને મેં દેડકો દેખાડ્યો’

આ અંગે જસ્મીન પટેલે જણાવ્યું હતું કે, મારી ભત્રીજીએ બાજુની દુકાન પટેલ જનરલ સ્ટોર્સ પર ગઇકાલે 8 વાગતાં બાલાજી કંપનીની કંનચેસ વેફર લીધી હતી. રાત્રે 11 વાગતા મારી નવ મહિનાની છોકરી અને ભત્રીજી વેફર ખાતા હતા ત્યારે અચાનક અંદરથી મરેલો દેડકો નીકળતાં એમણે પેકેટ ફેકીને મને જાણ કરી હતી. મેં જોયું તો અંદર મરેલો દેડકો હતો. રાત્રે મેં પેકેટ એમને એમ મૂકી દીધુ હતું અને સવારે દુકાને આવીને મેં દેડકો દેખાડ્યો હતો.

fa0ba6b3 ec14 4088 862d 19f38e77248a 1718787413206

જસ્મીન પટેલે વધુમાં જણાવ્યું કે, દુકાનદાર સાથે વાતચીત કરીને એજન્સીવાળા જોડે વાત કરી હતી. એમણે કસ્ટમર કેરમાં વાત કરી હતી પણ કંઇ જવાબ ન મળ્યો તો અમે કસ્ટમ કેરમાં ફોન કર્યો તો મેડમે અમને કહ્યું કે, તમારે જે કરવું હોય એ કરો અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે. જસ્મીન પટેલે કહ્યું કે મારી નવ મહિનાની છોકરી અને મારા ભાઇની ચાર વર્ષની છોકરીને કંઇ થઇ ગયું હોત તો જવાદાર કોણ?

બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો

આ અંગે ફૂડ શાખાએ જણાવ્યું હતું કે નમૂનો લેબમાં મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મને આ મુદ્દે બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો. ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે.

‘આટલા વર્ષથી આવું કઇ બન્યું નથી’

એજન્સી સંચાલક કમલેશ ગંગતાણીએ જણાવ્યું હતું કે, અમારો 20 વર્ષથી બિઝનેસ છે, આટલા વર્ષથી આવું કઇ બન્યું નથી. ખુલેલો પેકેટ છે અને અંદર કંઇક દેડકા જેવું જીવજંતુ છે એવું કહે છે. અમને બોલાવ્યા તો અમે જોવા આવ્યા છીએ. પેકેટ ખુલ્યા બાદ જ અંદર શું છે એ ખબર પડેને એવા સવાલમાં કમલેશ ગંગતાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

‘નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે’

આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે, વેફરમાંથી દેડકો નીકળ્યાની અમને ટેલિફોનીક સુચના મળતાં અમે અહીં આવ્યા છીએ. અહીં આવ્યા બાદ અમે ચેક કર્યું તો વેફરના પેકેટમાં દેડકો ચીપાઇ ગયેલો હોય એવું જોવા મળ્યું છે. હાલ અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.

આવી ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે

મહત્વનું છે કે, ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રેસ્ટોરન્ટના ફૂડ વિભાગમાંથી વંદો નીકળવો કે પછી આઇસ્કીમમાંથી આંગળીઓ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.

Group 69

 

 

Related posts

તિરુપતિ લાડુ વિવાદ પર બે દિગ્ગજ એક્ટર સામસામે, સનાતન ધર્મને લઈને પવન કલ્યાણે પ્રકાશ રાજને આપ્યો જવાબ

KalTak24 News Team

Maharashtra Election 2024: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે મહારાષ્ટ્રના પ્રવાસે, એક દિવસમાં 4 જનસભાઓ ગજવશે

KalTak24 News Team

ભ્રષ્ટાચાર પર પંજાબ સરકારે માર્યો હથોડો,પોતાની જ સરકારના સ્વાસ્થ્યમંત્રીને ઘર ભેગા કરી દીધા

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..