iQOO Z9s, iQOO Z9s Pro 5G Launched: iQOO દ્વારા ભારતમાં બે પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. iQOO Z9s અને iQOO Z9s Pro કંપનીના નવા ફોન છે. ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ હેન્ડસેટમાં કર્વ્ડ ડિસ્પ્લે, 5500mAhની બેટરી, 50MP પ્રાઇમરી રિયર કેમેરા અને IP64 રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ iQOO TWS 1e પણ લોન્ચ કર્યો હતો. ચાલો લેટેસ્ટ iQOO Z9s સિરીઝની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
આઇક્યુ ઝેડ9એસ પ્રો 5જી, આઇક્યુ ઝેડ9એસ 5જી કિંમત (iQOO Z9s Pro 5G, iQOO Z9s 5G Price)
iQOO Z9S Pro 5Gના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ કિંમત 24999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 26999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 28999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ 23 ઓગસ્ટથી શરૂ થશે. હેન્ડસેટ ઓરેન્જ અને લક્સ માર્બલ કલરમાં ઉપલબ્ધ છે.
iQOO Z9S 5G સ્માર્ટફોનની વાત કરીએ તેનુ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 19999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 રૂપિયા છે. સ્માર્ટફોનનું વેચાણ 29 ઓગસ્ટથી શરૂ થશે. તે ઓનિક્સ ગ્રીન અને ટાઇટેનિયમ મેટે કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે.
#ContestAlert What are the 2 colors of the #iQOOZ9sPro 5G? 🎨 Comment & you might just win a brand new #iQOOZ9sPro 5G!
*T&C Apply – https://t.co/WmKc1pgdZt
Know More – https://t.co/9T4qmFfr4v
Watch Now- https://t.co/0u2JXHunUf#AmazonSpecials #iQOO #FullyLoadedForMEGAtaskers… pic.twitter.com/EVsMoV7p1p— iQOO India (@IqooInd) August 21, 2024
iQOO Z9S Pro 5G સ્માર્ટફોન પર એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તો iQOO Z9s 5G પર 2000 રૂપિયા ડિસ્કાઉન્ટનો ફાયદો મળી શકે છે. આ બંને સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા અને આઇક્યુઓયુના ઇ-સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
આઇક્યુ ઝેડ9એસ પ્રો 5જી, આઇક્યુ ઝેડ9એસ 5જી સ્પેસિફિકેશન (iQOO Z9s Pro 5G, iQOO Z9s 5G Specifications)
iQOO Z9S Pro 5G અને iQOO Z9S 5Gમાં 6.77 ઇંચની ફુલએચડી+ (1,080×2,392 પિક્સલ) એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પિક્સેલ ડેન્સિટી 387 પીપીઆઈ છે. બંને સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Funtouch OS 14 પર ચાલે છે.
આઈક્યૂના આ બંને સ્માર્ટફોન માં 50 મેગાપિક્સલ પ્રાઈમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર છે જેમાં અપર્ચર એફ/1.7 છે. જ્યારે પ્રો મોડલમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે iQOO Z9s Pro 5G અને iQOO Z9s 5Gમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
iQOO Z9s Pro 5G launched in India.
Specs👇
6.77″ FHD+ 120Hz Curved AMOLED Display
4500nits Peak Brightness
Snapdragon 7 Gen3
50MP(IMX882)+8MP Rear Camera [with OIS]
16MP Front Camera
5500mAh Battery
80W Charging
Android 14
Funtouch OS 14
LPDDR4X RAM(1/2)#iOQO #iQOOZ9sPro pic.twitter.com/b6CzyWfxK1
— Nxtin Tech (@NxtinTech) August 21, 2024
કનેક્ટિવિટી માટે iQOO Z9s Pro 5G, iQOO Z9s 5G જેવા ફીચર્સમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસમાં એક્સેલેરોમીટર, ઇ-હોકાયંત્ર, ગાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર હોય છે.
iQOO Z9s Pro 5G સ્નેપડ્રેગન 7 જેન 3 એસઓસી દ્વારા સંચાલિત છે, જ્યારે iQOO Z9s 5G સ્માર્ટફોન મીડિયાટેક 7300 એસઓસી દ્વારા સંચાલિત છે. બંને ફોનમાં 12 જીબી સુધીની રેમ છે. આ ડિવાઇસીસમાં 256 જીબી સુધી સ્ટોરેજ મળે છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે. પ્રો મોડેલ 80W ફ્લેશચાર્જ સાથે આવે છે જ્યારે સ્ટાન્ડર્ડ મોડલ 44W ચાર્જિંગ સાથે આવે છે. આ બંને સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ રેટિંગ્સ સાથે આવે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube