YouTube Sleep Feature: Google વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeની તરફથી જલ્દી એક નવું સ્લીપ ફિચર ટેસ્ટ કરવામાં આવશે. આ ફિચર પ્રીમિયમ સબ્સક્રાઈબર્સ માટે છે. આ નવા ફિચરનો હેતુ યુઝર્સ એક્સપીરિયન્સને વધારે સારો બનાવવાનો છે અને એક કોમન પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે. જેમાં વીડિયો જોતા જો તમે સુઈ ગયા તો આ ફિચર એક ફિક્સ ટાઈમ બાદ વીડિયો પ્લેબેકને ઓટોમેટિક બંધ કરી દેશે.આ ફિચર એ લોકો માટે પર્ફેક્ટ છે જે લોકો પોડકાસ્ટ, ઓડિયોબુક્સ કે કૂલિંગ મ્યુઝિક સાંભળીને સુવાનું પસંદ કરે છે. એટલે કે જો તમે YouTube જોતા જોતા સુઈ જશો તો YouTube પોતાની જાતે જ બંધ થઈ જશે.
આ પ્લેટફોર્મ પર પહેલાથી જ છે આ ફિચર
જોકે આ ફિચર ખૂબ જ સિમ્પલ છે. Spotify જેવા પ્લેટફોર્મએ થોડા સમયથી સ્લીપ ટાઈમર્સ ઓફર કર્યા છે અને TikTokએ પણ આજ પ્રકારની ફંક્શનાલિટી સાથે એક્સપેરિમેન્ટ કર્યું છે. YouTube આ ફિચરમાં લેટ છે પરંતુ આખરે આ ફિચરને પોતાના પેડ સબ્સક્રાઈબર્સ માટે લાવી રહ્યું છે.
ફિક્સ્ડ ટાઈમ માટે લગાવી શકો છો ટાઈમર
સ્લીપ ટાઈમરને એક્સેસ કરવા માટે પ્રીમિયમ સબ્સક્રાઈબર સાઈન અપ કરી શકે છે. મોબાઈલ ડિવાઈસ કે ડેસ્કટોપ પર YouTube ખોલી શકો છો અને એક વીડિયો પ્લે કરતી વખતે સેટિંગ્સ મેનુ પર જઈ શકો છો. એક વખત ઈનેબલ કર્યા બાદ યુઝર્સ 10થી 60 મિનિટ સુધીના ટાઈમર ડ્યુરેશનમાંથી સિલેક્ટ કરી શકે છે. અથવા તો વીડિયોને એન્ડ પર પ્લેબેકને પોઝ કરવાનું ઓપ્શન સિલેક્ટ કરી શકે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube