September 14, 2024
KalTak 24 News
Technology

માર્ક ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત, હવે એક જ વોટ્સએપ એકાઉન્ટને 4 ફોનમાં ચલાવી શકાશે

WP

TECHNOLOGY:આજકાલ મોટાભાગના લોકો ફોનમાં વોટ્સએપ(Whatsapp) વાપરે છે. મોટાભાગના લોકો વોટ્સએપ દ્વારા પોતાનો બિઝનેસ અને અન્ય કાર્યો કરે છે. ભારતમાં વોટ્સએપએ મહત્ત્વનું ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેમાં ઘણા મહત્ત્વના ફિચર્સ મળે છે. લોકો મેસેજ અને વીડિયો કોલ(Video Call) માટે પણ મોટાભાગે વોટ્સએપનો ઉપયોગ કરે છે. ત્યારે હવે વોટ્સએપમાં એક મહત્તવનું નવું ફિચર આપવામાં આવ્યું છે.

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે(Mark Zuckerberg) ફેસબુક પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ‘આજથી તમે વધુમાં વધુ 4 ફોનમાં એક જ વોટ્સએપ એકાઉન્ટમાં લોગિન કરી શકો છો.’પહેલા આ ફીચરને બીટા ટેસ્ટિંગ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે, હવે બધા જ યૂઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. છેલ્લા ઘણા સમયથી યૂઝર્સ આ ફીચરની માગ કરી હતી.

વોટ્સએપે ‘કમ્પેનિયન મોડ’ ફીચર રોલઆઉટ કર્યો છે. આ ફીચરની મદદથી યૂઝર્સ મલ્ટી-ડિવાઈસનો સપોર્ટ મળશે. કમ્પેનિયન મોડ ફીચરની મદદથી યૂઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટથી બીજા ડિવાઈસમાં પણ યૂઝ કરી શકશે.

ચાર ડિવાઈસમાં 4 સ્માર્ટફોન અથવા પીસી અને ટેબલેટ સામેલ છે. આ ફિચર પ્રત્યેક લિંક્ડ ડિવાઈસ સ્વતંત્ર રૂપથી કામ કરશે અને જ્યાં સુધી પ્રાઈમરી ડિવાઈસ પર કોઈ નેટવર્ક એક્સેસ નહીં હોય ત્યારે પણ યૂઝર્સ અન્ય સેકેન્ડરી ડિવાઈસમાં એકાઉન્ટ એક્સેસ કરી શકશે. યૂઝર્સ મેસેડ સેન્ડ પણ કરી શકશે અને રિસીવ પણ કરી શકશે.

જો પ્રાઈમરી ડિવાઈસ લાંબા સમય સુધી એક્ટિવ રહે છે, તો વોટ્સએપ ઓટોમેટિક રુપથી સેકેન્ડરી ડિવાઈસથી લોગ આઉટ થઈ જશે. અન્ય ડિવાઈસમાં પ્રાઈમરી ડિવાઈસથી કોડ સ્કેન કરીને લિંક કરી શકાશે. તેમજ સેકેન્ડરી ડિવાઈસના વોટ્સએપ એપમાં જઈને ફોન નંબર એન્ટર કરીને ઓટીપી એડ કરવાથી લિંક કરી શકાશે.

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

image

Related posts

iQOO Z9s, iQOO Z9s Pro 5G સ્માર્ટફોન થયો લોન્ચ,જાણો કિંમત અને ફીચર્સ

KalTak24 News Team

Google Chrome વર્ષ 2022નું સૌથી અસુરક્ષિત બ્રાઉઝર, બીજા નંબર પર આ કંપની

KalTak24 News Team