Jamnagar Balaji Wafer News: આજકાલ ખાણી -પીણીની વસ્તુઓમાંથી કંઈક ને કંઈક અજીબ વસ્તુઓ નીકળતી હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આવી ઘટનાઓ બનવી જાણે કે સામાન્ય થઈ ગઈ હોય એમ બની રહી છે. આવી જ એક ઘટના જામનગરમાંથી(Jamnagar Balaji Wafer News) સામે આવી છે. જ્યા વેફરના પડીકામાથી દેડકો નીકળ્યો છે. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
વેફરના પેકેટમાંથી તળેલો દેડકો જોવા મળતો
આ અંગે વિગતવાર જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન તાલપરાએ પટેલ પ્રોવિઝન માંથી બાલાજી વેફર ખરીદી હતી. જેવું વેફર પેકેટ ખોલ્યું કે એમાંથી મરેલો તળેલો દેડકો જોવા મળ્યો હતો. આ બાબતે જસ્મીન તાલપરાએ તરત જ દુકાનમાં વાત કરી હતી.દુકાનવાળાએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરતા સરખો જવાબ ન મળતા જામનગર મહાનગરપાલિકાના ફુડ વિભાગનો કોન્ટેક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.
‘દુકાને આવીને મેં દેડકો દેખાડ્યો’
આ અંગે જસ્મીન પટેલે જણાવ્યું હતું કે, મારી ભત્રીજીએ બાજુની દુકાન પટેલ જનરલ સ્ટોર્સ પર ગઇકાલે 8 વાગતાં બાલાજી કંપનીની કંનચેસ વેફર લીધી હતી. રાત્રે 11 વાગતા મારી નવ મહિનાની છોકરી અને ભત્રીજી વેફર ખાતા હતા ત્યારે અચાનક અંદરથી મરેલો દેડકો નીકળતાં એમણે પેકેટ ફેકીને મને જાણ કરી હતી. મેં જોયું તો અંદર મરેલો દેડકો હતો. રાત્રે મેં પેકેટ એમને એમ મૂકી દીધુ હતું અને સવારે દુકાને આવીને મેં દેડકો દેખાડ્યો હતો.
જસ્મીન પટેલે વધુમાં જણાવ્યું કે, દુકાનદાર સાથે વાતચીત કરીને એજન્સીવાળા જોડે વાત કરી હતી. એમણે કસ્ટમર કેરમાં વાત કરી હતી પણ કંઇ જવાબ ન મળ્યો તો અમે કસ્ટમ કેરમાં ફોન કર્યો તો મેડમે અમને કહ્યું કે, તમારે જે કરવું હોય એ કરો અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે. જસ્મીન પટેલે કહ્યું કે મારી નવ મહિનાની છોકરી અને મારા ભાઇની ચાર વર્ષની છોકરીને કંઇ થઇ ગયું હોત તો જવાદાર કોણ?
બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો
આ અંગે ફૂડ શાખાએ જણાવ્યું હતું કે નમૂનો લેબમાં મોકલવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મને આ મુદ્દે બાલાજીની એજન્સીમાંથી યોગ્ય જવાબ મળ્યો ન હતો. ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. ગુજરાતમાં ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે.
‘આટલા વર્ષથી આવું કઇ બન્યું નથી’
એજન્સી સંચાલક કમલેશ ગંગતાણીએ જણાવ્યું હતું કે, અમારો 20 વર્ષથી બિઝનેસ છે, આટલા વર્ષથી આવું કઇ બન્યું નથી. ખુલેલો પેકેટ છે અને અંદર કંઇક દેડકા જેવું જીવજંતુ છે એવું કહે છે. અમને બોલાવ્યા તો અમે જોવા આવ્યા છીએ. પેકેટ ખુલ્યા બાદ જ અંદર શું છે એ ખબર પડેને એવા સવાલમાં કમલેશ ગંગતાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
‘નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે’
આ અંગે જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે, વેફરમાંથી દેડકો નીકળ્યાની અમને ટેલિફોનીક સુચના મળતાં અમે અહીં આવ્યા છીએ. અહીં આવ્યા બાદ અમે ચેક કર્યું તો વેફરના પેકેટમાં દેડકો ચીપાઇ ગયેલો હોય એવું જોવા મળ્યું છે. હાલ અમે આ એજન્સીમાંથી આજ બેચના પેકેટના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.
આવી ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે
મહત્વનું છે કે, ફૂડ પ્રોડક્ટ્સમાંથી હવે અખાદ્ય ચીજો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રેસ્ટોરન્ટના ફૂડ વિભાગમાંથી વંદો નીકળવો કે પછી આઇસ્કીમમાંથી આંગળીઓ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube