November 22, 2024
KalTak 24 News
Gujarat

રાજકોટના કેકેવી ચોક નજીક ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનાં પોસ્ટર પર શાહી ફેંકાઈ,અજાણ્યા શખ્સની શોધખોળ

Rajkot Poster in Ink

Rajkot News: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા (Parashottam Rupala)નો ક્ષત્રિય સમાજ(Kshatriya Samaj) દ્વારા વિરોધ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રુપાલા દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. આજે રુપાલાએ કુવાડવા રોડ વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે ત્યારે કે.કે.વી અન્ડર બ્રિજ પાસે તેમના લગાવવામાં આવેલા પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે. જેને લઇને રાજકોટનું રાજકારણ ગરમાયુ છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનાં કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તે ‘રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ’ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જોકે, આ પૈકીના એક પોસ્ટરમાં અજાણ્યા શખ્સ કે શખ્સો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનાં ફોટા ઉપર શાહી ફેંકવામાં આવી છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે કે, પછી કોઈ ટીખળખોરો દ્વારા આંદોલનને વધુ ભડકાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે, તે તપાસનો વિષય છે. આ અંગેની જાણ થતાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છેકે જ્યાં કોઇ અજાણી વ્યક્તિ દ્વારા આ પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી છે. ત્યાંથી થોડેક દૂર જ ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય આવેલું છે. ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધની વચ્ચે આ પ્રકારે પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા રાજકોટના ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે. શાહી કોણે લગાવી તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

Group 69

 

 

Related posts

ખંભાળિયા બેઠક પરથી હાર બાદ ઈસુદાન ગઢવીએ સવાર-સવારમાં ટ્વીટ કરીને શું કહ્યું?

Sanskar Sojitra

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

KalTak24 News Team

BIG BREAKING: સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત,આવતીકાલે સૂર્યોદય પહેલા સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવાશે,Video

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..