May 20, 2024
KalTak 24 News
BharatPolitics

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા,થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું

Rohan Gupta Join BJP

Rohan Gupta joins BJP: આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓએ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. દિલ્હીના ભાજપ કાર્યાલય ખાતે રોહન ગુપ્તા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસે લોકસભા ચુંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરેલ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે. 

 


કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી. જો કે, રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી હતી. અને થોડા દિવસો પછી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.રોહન ગુપ્તાએ તેમના નિર્ણય માટે કોંગ્રેસના કોમ્યુનિકેશન વિભાગ સાથે જોડાયેલા નેતા દ્વારા તેમના “સતત અપમાન અને ચારિત્ર્યની હત્યા”ને જવાબદાર ઠેરવ્યો હતો.

મળતી માહિતી અનુસાર થોડાક દિવસ અગાઉ રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલા કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો ઉપરાંત રોહન ગુપ્તા પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ લગાવી ચૂક્યાં છે. નોંધનીય છે કે રોહન ગુપ્તા હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા. રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

નોંધનીય છે કે, બીજેપીમાં જોડાયા બાદ રોહન ગુપ્તાને લઇને ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કહેવાતા એક જ યુવા નેતા છે. વારંવાર રિલોન્ચ કરવામાં આવે છે. તેમજ AC ઓફિસમાં બેસીને કામ કરે છે. યુવા નેતાઓ અને કાર્યકર્તાઓ કંટાળી ચુક્યા છે. દેશની સૌથી જૂની પાર્ટી હોવા છતા કાર્યકર્તાઓને સાચવી શકતી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ દિલ્હી હાઈ કમાંડને મળવા માગે છે પણ ત્યા પણ કેટલાય એપી સેન્ટરો છે.

 

Group 69

 

 

Related posts

અશોક ગેહલોતને અધ્યક્ષ બનવું છે પણ મુખ્યમંત્રીની ખુરશી છોડવા તૈયાર નહીં: સોનિયા ગાંધીએ આપ્યો વળતો જવાબ

KalTak24 News Team

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી, અલ્પેશ કથીરિયા વરાછા રોડ બેઠક અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી લડશે ચૂંટણી

Sanskar Sojitra

શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો?, KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા