Fake Jan Seva Kendra in Surat: સુરતમાં નકલી વસ્તુઓનો જાણે કે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે,કારણકે નકલી પનીર, નકલી ઘી,ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે નકલી સરકારી પણ કચેરી ઝડપાઈ છે.કાપોદ્રા વિસ્તારમાં આવેલા જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે. આ કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા.જે અંગે જાણ થતા પોલીસે રેડ કરી મુખ્ય સંચાલકની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
કાપોદ્રામાંથી નકલી કેન્દ્ર ઝડપાયું
કાપોદ્રા વિસ્તારમાં આવેલા જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે. કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા.તેમજ છેલ્લા દોઢ વર્ષમાં કેટલા લોકોના નકલી ડોક્યુમેન્ટ બન્યા હશે તે સવાલ છે. બીજો સવાલ અહીં એ ઉભો થાય છે કે દોઢ વર્ષ સુધી તંત્રના ધ્યાને નકલી કેન્દ્ર કેમ ના આવ્યું ? મામલતદારે પોલીસ સાથે રેડ કરી જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યુ છે. પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ, વેરા બીલ, જન્મના દાખલા બનાવવાની 27 ફાઈલ જપ્ત કરી હતી. તે સિવાય PDF ઉપરાંત એક નકલી વેરાબીલ પણ જપ્ત કરવામા આવ્યું હતું. પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.તેમજ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સંચાલક છેલ્લા દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો.
બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું
તપાસમાં ખુલાસો થયો હતો કે આ બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. પોલીસે આ હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાત નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બની ચૂક્યા છે તે અંગે તપાસ શરૂ કરી હતી.
નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું
તો બીજી તરફ સુરતમાં વિદેશ જવા માટે તેમજ સરકારી કામ માટે જુદા જુદા કોર્સ માટે જરૂરિ નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું. રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 50 જેટલી નકલી માર્કશીટ જપ્ત કરવામાં આવી હતી.
આટલી વસ્તુ કબ્જે કરાઈ
સુરત મનપાનું રાખોલીયા જયશુખભાઈ ભીખુભાઈના નામનું ટેનામેન્ટ લખી બનાવટી નકલ બનાવી હતી. તે અને લેપટોપમાં ડુપ્લિકેટ પ્રમાણપત્રો, દાખલા સિક્કાવાળા અને સહી વગરના વર્ડ ફાઈલમાં બનાવતો હતો. દુકાનમાંથી એક કોમ્પ્યુટર, મંત્રા ડિવાઈઝ, થમ્બ ડિઝ, પ્રિન્ટર, 10 કોરા પીવીસી કાર્ડ, સ્ટેમ્પ, મોબાઈલ ફોન, હિસાબના ચોપડા, 10 આટીઈનાં ફોર્મ, 23 રાશનકાર્ડ, 45 આવકના દાખલા સહિતનો મુદામાલ મળી આવ્યો હતો.
ઓફિસમાંથી ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા
એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે આરોપી નરેશ દૂધાત લોકો પાસેથી પૈસા મેળવી ડુપ્લિકેટ આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા સહિતના દસ્તાવેજો બનાવી આપતો હતો. તેની ઓફિસે રેડ કરતાં તેના કોમ્પ્યુટરની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે તેના કોમ્પ્યુટર અને લેપટોપમાં આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ જેવા સરકારી દસ્તાવેજોના વર્ડ ફાઇલમાં ડુપ્લિકેટ ફરમો તૈયાર કરાયા હતા, જેના આધારે તે આવનારા લોકોના નકલી દસ્તાવેજો બનાવી આપતો હતો. એટલું જ નહીં, તે ડુપ્લિકેટ લાઈટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવી આપતો હતો. પોલીસને તેની ઓફિસમાંથી ઢગલાબંધ નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા.
પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળવાની શક્યતા
એસીપી વિપુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આરોપીને કોર્ટમાં રજૂ કરી આવનારી 26 માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ આરોપીનાં લેપટોપ અને કોમ્પ્યુટરની તપાસ કરી રહી છે. આરોપી નકલી આધાર પુરાવા બનાવી આપતો હોવાથી ગેરકાયદે સુરતમાં ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓના પણ તેણે આધાર પુરાવા બનાવી આપ્યા છે કે નહીં એ બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં નિકુંજ દૂધાતની પૂછપરછમાં પોલીસને હજુ પણ ચોંકાવનારી માહિતી મળે એવી શક્યતા સેવાઈ રહી છે.
દુકાનની બહાર આ યોજનાનું બોર્ડ લાગેલું હતું
ઉપરાંત આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રાશનકાર્ડ, મેરેજ સર્ટિ., લાઈસન્સ, આયુષ્યમાન કાર્ડ, આવકનો દાખલો, બિન અનામત, ઇડબ્લ્યુએસ દાખલો, વિધવા સહાય યોજના કુવરબાઈ મામેરૂ યોજના, વ્હાલી દીકરી યોજના, આરટીઈ યોજના જેવી કામગીરીનું બોડ માર્યું હતું.
સોર્સ: દિવ્ય ભાસ્કર વેબ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube