Surat News: સુરતમાં 19 ફેબ્રુઆરીના રોજ મોડલ તાન્યા સિંહે આપઘાત કર્યો હતો. ત્યારે તાન્યા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું. પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવા સુરત આવ્યો હતોઆ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આઇપીએલ ક્રિકેટર અભિષેક શર્માની ચારથી પાંચ કલાક પૂછપરછ કરી તેનું નિવેદન નોંધ્યું હતું. તાન્યા સિંહના કોલ રેકોર્ડ, ઇન્ટરનેટ પ્રોટોકોલ રેકોર્ડના આધારે જાણવા મળ્યું હતું કે, તાન્યા અને અભિષેક શર્મા ઘણા મહિનાઓથી એકબીજાનાં સંપર્કમાં હતા.
કોલ રેકોર્ડ સહિતના પુરાવાઓના આધારે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. વેસુ પોલીસ દ્વારા ચારથી પાંચ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. વેસુ પોલીસે જણાવ્યું હતું કે, તાન્યા સિંહ સાથે અભિષેક શર્માને સંબંધો હતા તેના પૂરતા પુરાવા અમારી પાસે છે.
‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આયા હું”
ત્રણથી ચાર કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યા બાદ તાન્યા આપઘાત કેસમાં મીડિયા દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો અભિષેક શર્માએ મોટાભાગે ટાળ્યું હતું. પરંતુ એક બે શબ્દોમાં અભિષેક શર્માએ મીડિયાના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે ‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આજ આયા હું”. પુલીસ કો મૈને સારે સ્ટેટમેન્ટ દે દીયે હે, પુલીસ આપકો સ્ટેટમેન્ટ દે દેગી”. માત્ર ટૂંકા જવાબો આપી ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ મથકે ખાનગી કારમાં બેસી ત્યારબાદ રવાના થઈ ગયા હતા. જોકે પોલીસ મથકની અંદર મીડિયાના પ્રશ્નોથી બચવા અભિષેક શર્માએ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
પોલીસ દ્વારા અભિષેક શર્માને તાન્યા સાથેની પ્રથમ મુલાકાત તથા છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ક્યાં મળતા હતા એ અંગે પૂછવામાં આવ્યું હતું. સીડીઆર અને આઇપીડીઆરના આધારે અભિષેક શર્માનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા અન્ય 30 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમજ હજી 10 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે ગ્લેમરસ ગર્લ તાન્યા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આપઘાત કેસમાં પોલીસને હજી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે. જોકે હાલ પોલીસ આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં તાન્યાના આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube