Mehsana News: આજથી નવા વર્ષની શરૂઆત થઇ છે. સમગ્ર વિશ્વે 2023ને અલવિદા કહી 2024ને હરખભેર આવકાર્યું છે. ત્યારે નવા વર્ષે સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતે ઇતિહાસ રચ્યો છે. રાજ્યના 51 ઐતિહાસિક સ્થળો સહિત 108 સ્થળોએ એકસાથે સૂર્યનમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સર્જીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી.
જુઓ VIDEO:
સામુહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્ન હાથ ધર્યો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન આજે 1લી જાન્યુઆરી 2023 નાં રોજ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જીલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા. નવા વર્ષનાં પ્રથમ દિવસે સામુહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્ન હાથ ધર્યો હતો.
Live: મોઢેરા સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/B5YcFBWr4I
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2024
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. રાજ્યના 15 લાખ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૂર્ય નમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન. બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે.આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ ઉત્તમ છે. PMના માર્ગદર્શનમાં સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ,તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છેકે, સૂર્યના પ્રથમ કિરણની સાથે મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતે ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી વધુ સંખ્યામાં એકસાથે સૂર્યનમસ્કારની સાધના કરવી અને એકજ સમયે સૌથી વધુ સ્થળો પર સૂર્યનમસ્કારની સાધનાનું આયોજન કરવાનો ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની જનતાએ 2023માં આ પ્રકારે સૌથી વધુ લોકોએ એકજ સ્થળે યોગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
#WATCH मेहसाणा, गुजरात:मोढेरा सूर्य मंदिर में गुजरात के गृह मंत्री हर्ष सांघवी ने कहा, “हम सर्वाधिक लोगों द्वारा सूर्य नमस्कार करने का गिनीज रिकॉर्ड बनाने का प्रयास कर रहे हैं। आज ‘सूर्य नमस्कार’ में 4000 से ज्यादा लोगों ने हिस्सा लिया। योग को दुनिया भर में अपनाया जा रहा है।” pic.twitter.com/aGnsXp5PuB
— ANI_HindiNews (@AHindinews) January 1, 2024
તેમણે વધુમાં કહ્યું કે, આજે 2024માં દેશનો જ નહી પરંતુ વિશ્વભરનો પ્રથમ વિશ્વ રેકોર્ડ ગુજરાતે બનાવ્યો છે. ગુજરાતના તમામ યુવાનોએ સાથે મળીને આજે સૂર્યના પ્રથમ કિરણ સાથે મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરીને આ સાધનામાં ભાગ લીધો એ બદલ તમામને અભિનંદન પાઠવું છું. 108 સ્થળો પર લાખો લોકોએ સૂર્યનમસ્કારની સાધના કરી છે. સુર્ય મંદિર મોઢેરામાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ બાબતે જીલ્લા કલેક્ટર ર્ડા. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્ય મંદિર ખાતે વર્ષનાં પહેલા દિવસે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય જીવનશૈલી અને નિરોગી જીવન માટે આજે સવારે 7.30 કલાકે રાજ્યકક્ષાનાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો.
#WATCH | Swapnil Dangarikar, Adjudicator at Guinness World Records says “I was here to verify the record for the most people doing Surya Namaskar. This is a new title because no one had attempted to break this record before. After going through all the evidence and seeing them… https://t.co/ELZ2wuNe03 pic.twitter.com/fag9nhjrdO
— ANI (@ANI) January 1, 2024
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના એડ્યુડિકેટર સ્વપ્નિલ ડાંગરીકરે જણાવ્યું હતું કે તેઓ અહીં સૂર્યનમસ્કાર કરનારા સૌથી વધુ લોકોના રેકોર્ડની ચકાસણી કરવા માટે આવ્યો છું. આ એક નવું ટાઇટલ છે, કારણ કે આ રેકોર્ડને આ પહેલા કોઇએ તોડવાનો પ્રયાસ કર્યો ન હતો. તમામ પૂરાવાઓ જોયા પછી. અહીં મોઢેરામાં મોટી સંખ્યામાં લોકોએ સૂર્યનમસ્કાર કરીને એક નવોગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube