Shree Kashtbhanjan Dev Annakut Darshan: ભારતવર્ષમાં સનાતન ધર્મનો વિશેષ મહિમાન છે, અને સનાતન ધર્મની સાથે સાથે ભારતમાં હિન્દુ સંસ્કૃતિ અને પંચાગનો પણ વિશેષ મહત્વ રહેલું છે, આજે સમગ્ર દેશમાં કાર્તક માસની અગિયારસનો દિવસે છે, આજનો દિવસે ખુબજ મહત્વથી ભરેલો છે. આ પ્રસંગ નિમિત્તે આજે ગુજરાતના બોટાદ શહેરમાં આવેલા કષ્ટભંજન દેવ દાદાને ખાસ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આજે કારતક માસ એકાદશી અને શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજન દેવ દાદાને જામફળનો વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો, ભક્તો સવારથી જ મંદિર પરિસરમાં લાઇનો લગાવીને દર્શન માટે પહોંચ્યા હતા. આજે સવારથી જ કષ્ટભંજન દેવ દાદાની આરતી અને બાદમાં અન્નકૂટ દર્શન થયા હતા. કષ્ટભંજન દેવ દાદાને સવારે 5:30 કલાકે મંગળા આરતી કરાઇ,ત્યારબાદમાં 07:00 કલાકે શણગાર આરતી કરાઈ હતી, આ પવિત્ર ક્ષણનો લ્હાવો લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ભક્તોએ પ્રત્યક્ષની સાથે સાથે ઓનલાઇન પણ આ આરતી દર્શન અને અન્નકૂટ દર્શનનો લ્હાવો લીધો હતો. અહીં જુઓ તસવીરો…
આજે કારતક અગિયારસ છે આજે કોઇપણ સમયે કરેલું કાર્ય તમને શુભ પરિણામ આપી શકશે. આજે 09 ડિસેમ્બર, 2023નો દિવસ છે, પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આજનો દિવસે હિન્દુ ધર્મ પ્રમાણે મહત્વનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube