MS Swaminathan: ભારતમાં હરિત ક્રાંતિના જનક મનાતા એમ.એસ સ્વામીનાથન જેમને લોકો પ્રેમથી ગ્રેન ગુરુથી લઈને SMS તરીકે પણ ઓળખતા હતા. આજે 28મી સપ્ટેમ્બરે 98 વર્ષની વયે તેમના અવસાનથી દેશને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. સમગ્ર વિશ્વ તેમને ભારતમાં હરિયાળી ક્રાંતિના વાસ્તુકાર તરીકે જુએ છે. તેમણે દેશના દરેક સામાન્ય માણસ માટે ફાયદાનું કામ કર્યું. તેમણે દેશને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યો. સ્વામીનાથન બિયારણના જિનોમ વિશે જેટલું સમજતા હતા, તેટલા જ તેઓ ખેડૂતોની જરૂરિયાતો વિશે પણ જાગૃત હતા.
વૈજ્ઞાનિક સ્વામીનાથનનું લાંબી માંદગીને કારણે 98 વર્ષની વયે અવસાન થયું. એમ.એસ સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે જાણીતા કૃષિ વૈજ્ઞાનિકની લાંબા સમયથી વય સંબંધિત બીમારીની સારવાર કરવામાં આવી રહી હતી. સ્વામીનાથનને ત્રણ પુત્રીઓ છે.
“Will always cherish conversations with him”: PM Modi condoles death of MS Swaminathan
Read @ANI Story | https://t.co/IIHRtImB4o#PMModi #MSSwaminathan #India #greenrevolution pic.twitter.com/v6lhRuTQK9
— ANI Digital (@ani_digital) September 28, 2023
ડાંગરને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા
એમ.એસ સ્વામીનાથને દેશમાં ડાંગરના પાકને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ડાંગરની ઉચ્ચ ઉપજ આપતી જાતો વિકસાવવામાં મોટો ફાળો આપ્યો હતો. આ પહેલને કારણે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોને ઘણી મદદ મળી.
સ્વામીનાથન પોલીસ અધિકારી બનવા માંગતા હતા, આ રીતે તેમનો નિર્ણય બદલાયો
એમ એસ સ્વામીનાથનનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ કુમ્બકોનમ, તમિલનાડુમાં થયો હતો. તેમના પિતા એમકે સાંબાસિવન સર્જન હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ કુંભકોણમમાં જ મેળવ્યું હતું. કૃષિમાં તેમની રુચિનું કારણ તેમના પિતાની સ્વતંત્રતા સંગ્રામમાં ભાગીદારી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો પ્રભાવ હતો. બંને લોકોના કારણે જ તેણે કૃષિ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. જો આવું ન થયું હોત તો તે પોલીસ અધિકારી બની ગયો હોત. હકીકતમાં, 1940 માં, તેણે પોલીસ ઓફિસર બનવા માટે પરીક્ષા પણ ક્વોલિફાય કરી હતી. પરંતુ પછી તેણે કૃષિ ક્ષેત્રમાં બેચલર ડિગ્રી મેળવી.
અનેક મહત્વના હોદ્દા પર રહ્યા હતા
એમ.એસ સ્વામીનાથન તેમના કાર્યકાળ દરમિયાન ઘણા અગ્રણી હોદ્દા પર હતા. તેઓ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (1961–1972)ના નિયામક, ICRના મહાનિર્દેશક અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના સચિવ (1972–79), કૃષિ મંત્રાલયના અગ્ર સચિવ (1979–80) તરીકે નિયુક્ત થયા હતા.
Father of India’s Green Revolution, MS Swaminathan passes away in Chennai, Tamil Nadu.
(Pic: MS Swaminathan Research Foundation) pic.twitter.com/KS4KIFtaP2
— ANI (@ANI) September 28, 2023
એમ.એસ સ્વામિનાથનને 1987માં પ્રાથન ફૂડ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સ્વામીનાથનને મળી ચૂક્યા છે આ સન્માન
એમએસ સ્વામીનાથનને 1967માં ‘પદ્મશ્રી’, 1972માં ‘પદ્મ ભૂષણ’ અને 1989માં ‘પદ્મ વિભૂષણ’ એનાયત કરવામાં આવ્યા છે. સ્વામીનાથનની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. તેમને 84 વખત માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમને મળેલી 84 ડોક્ટરેટ ડિગ્રીઓમાંથી 24 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવી હતી.
કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ‘ભારતમાં હરિત ક્રાંતિના પિતા’ પણ કહેવામાં આવે છે. 7 ઓગસ્ટ 1925 ના રોજ કુમ્બકોનમ, તમિલનાડુમાં જન્મેલા, એમએસ સ્વામીનાથન વનસ્પતિ આનુવંશિકશાસ્ત્રી હતા. તેમણે પંજાબની સ્થાનિક જાતો સાથે મેક્સીકન બીજનું મિશ્રણ કરીને 1966માં ઉચ્ચ ઉત્પાદકતાવાળા ઘઉંના સંકર બીજનો વિકાસ કર્યો.
Beyond his revolutionary contributions to agriculture, Dr. Swaminathan was a powerhouse of innovation and a nurturing mentor to many. His unwavering commitment to research and mentorship has left an indelible mark on countless scientists and innovators.
— Narendra Modi (@narendramodi) September 28, 2023
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
એમ.એસ સ્વામીનાથનના નિધનના સમાચાર સાંભળીને પીએમ મોદી પણ દુઃખી થયું. પીએમએ કહ્યું કે તેમણે હંમેશા દેશ માટે કામ કર્યું છે. પીએમએ કહ્યું કે સ્વામીનાથને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કરીને હજારો લોકોનું જીવન સુધાર્યું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube