September 8, 2024
KalTak 24 News
Bharat

BREAKING NEWS: શરાબ કૌભાંડમાં AAPના મોટા નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની EDએ કરી ધરપકડ

Sanjay Singh Arrested
  • આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહની ધરપકડ
  • ઈડીએ દારુ કૌભાંડમાં કરી કાર્યવાહી
  • ઈડીએ આજે તેમના ઘેર પાડ્યાં હતા દરોડા

ED Raid on Sanjay Singh News: દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. દિવસભર તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ EDએ લગભગ 5 વાગ્યે તેની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સંજય સિંહની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જાણકારી મુજબ સંજય સિંહની EDએ લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. હાલ સંજય સિંહ પોતાના ઘરમાં જ છે. પૂછપરછ બાદ EDએ સંજય સિંહની ધરપકડ કરી છે. જે બાદ પેરામિલિટ્રી ફોર્સને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. હવે EDના અધિકારી સંજય સિંહને લઈને જશે. તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ સંજય સિંહના ઘરની બહાર એકઠાં થવાનું શરુ કરી દીધું છે. સાંજે લગભગ સાડા 6 વાગ્યે સંજય સિંહને ઘરેથી બહાર નીકળ્યા અને તેમણે પોતાના સમર્થકોનું અભિવાદન કર્યું. જે બાદ તેમણે ગાડીમાં બેસાડીને EDના હેડક્વાર્ટરમાં લઈ જવાયા.

મળતી માહિતી મુજબ સંજય સિંહે તેમના ઘરના પાછળના ગેટમાંથી કાઢવામાં આવશે. જે બાદ તેમણે દિલ્હીમાં EDના હેડક્વાર્ટર લઈ જવાશે. આખી રાત તેઓ લોકરમાં જ રહેશે. જે બાદ સવારે મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં તેમણે રજૂ કરવામાં આવશે. જ્યાં સંજય સિંહની કસ્ટડીની માગ કરવામાં આવશે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું- 2024 પહેલા ભાજપ નર્વસ
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે- આ રાજનીતિથી પ્રેરિત પગલું છે. ભાજપ આગામી વર્ષે થનારી ચૂંટણી હારી રહ્યું છે. જેના કારણે તેઓ ડરી ગયા છે. આ નવર્સ થયેલી ભાજપ અફરાતફરીમાં આવું કામ કરી રહી છે. તેમણે કહ્યું- EDની રેડમાં કંઈ નથી મળ્યું. કેમકે જ્યારે કૌભાંડ જ નથી થયું તો મળશે શું? આ ભાજપનો છેલ્લો પેંતરો છે, જેનો ઉપયોગ કરીને ભાજપ વિપક્ષને ડરાવવા માગે છે.

મનોજ તિવારીએ કહ્યું- પાકીટમાર પણ પોતાને નિર્દોષ જ ગણાવે છે

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે- સંજય સિંહની મદદથી અરવિંદ કેજરીવાલને પૈસા આપવામાં આવ્યા. તેમણે કહ્યું કે- સંજય સિંહની ધરપકડ તે બતાવે છે કે આ તપાસ અરવિંદ કેજરીવાલ સુધી પહોંચશે. તેમણે કહ્યું કે- જ્યારે પાકિટમારને પણ પકડવામાં આવે છે તો તે બહાના બતાવે છે. સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા લાંબા સમયથી જેલમાં છે. હવે સંજય સિંહની ધરપકડ તે બતાવે છે કે હવે આગામી કાર્યવાહી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ થશે.

એજન્સીનો દુરુપયોગ ન થવો જોઈએઃ કોંગ્રેસ

દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદરસિંહ લવલીએ કહ્યું કે- કોંગ્રેસ કોઈ પણ અનિયમિતતાનું સમર્થન નથી કરતી, જેઓ શરાબ કૌભાંડમાં દોષી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ એજન્સીનો દુરુપયોગ ન થવો જોઈએ.

શું છે સંજય સિંહ પર આક્ષેપ

દારૂ નીતિ કૌભાંડમાં સંજય સિંહનું નામ પહેલીવાર ડિસેમ્બર 2022માં સામે આવ્યું હતું ત્યારબાદ EDએ ચાર્જશીટમાં ઉદ્યોગપતિ દિનેશ અરોરાના નિવેદનના ભાગરૂપે AAP નેતાના નામનો ઉલ્લેખ કર્યો હતો. એજન્સીએ દાવો કર્યો હતો કે, દિનેશ અરોરાએ તેમને કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં સંજય સિંહને મળ્યા હતા, જેમના દ્વારા તેઓ પછીથી એક રેસ્ટોરન્ટમાં પાર્ટી દરમિયાન મનીષ સિસોદિયાને મળ્યા હતા.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, સંજય સિંહના કહેવા પર દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવા માટે સિસોદિયાને પૈસા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અરોરાને ટાંકીને, ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે સિસોદિયા સાથે પાંચ-છ વખત વાત કરી હતી અને સંજય સિંહ સાથે કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

સિસોદિયા બાદ બીજી હાઈ પ્રોફાઈલ ધરપકડ

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા બાદ આ કેસમાં આ બીજી હાઈ-પ્રોફાઈલ ધરપકડ છે. સંજયસિંહે કહ્યું કે, તેમનું નામ દિનેશ અરોડાના નિવેદનના આધાર પર જોડવામાં આવ્યું છે. સંજયસિંહે આરોપ લગાવ્યો કે, અધિકારીઓએ તેમની છાપ ખરાબ કરવા માટે પોતાના પદનો દુરઉપયોગ કર્યો અને તેમની વિરૂદ્ધ કેસ ચલાવવાની માંગ કરી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

BIG NEWS : મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું પ્રાઈવેટ પ્લેન, વરસાદના કારણે વિમાન રનવે પરથી સ્લીપ થયું; 8 લોકોનું બચાવ અભિયાન શરુ

KalTak24 News Team

સુરતના 50 જેટલા જ્વેલર્સ દ્વારા બનાવી સોનાની સંસદ, હીરા જડિત ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’-જુઓ તસ્વીરો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી