November 22, 2024
KalTak 24 News
Bharat

Chandrayaan-3 લોન્ચિંગના કાઉન્ટડાઉનનો અવાજ આપનારા ઇસરોના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું નિધન,જાણો વિગત

ISRO scientist Passes Away
  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનથી એક દુઃખદ સમાચાર 
  • ચંદ્રયાન-3માં અવાજ આપનાર વૈજ્ઞાનિકનું નિધન
  • ISROના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન

ISRO scientist Passes Away: ચંદ્રયાન-3 હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. જ્યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ આવે છે. આ કાઉન્ટડાઉનનો અવાજ હોય છે. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન 10,9,8,7 સંભળાય છે. મહિલાનો કાઉન્ટડાઉનનો અવાજ હવે લોકોને સંભળાશે નહીં. આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન-3 લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો. આ અવાજ આપનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમને છેલ્લે 30 જુલાઈના રોજ PSLV-C56 મિશન માટે કાઉન્ટડાઉન કરતા સાંભળવામાં આવ્યા હતા.

ISROની દરેક સફળતાની ભારત ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઈસરો તરફથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના વૈજ્ઞાનિક વલારમથીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. ઈસરોના તમામ પ્રક્ષેપણના કાઉન્ટડાઉન દરમિયાન જે અવાજ સંભળાયો તે વલારમથીનો હતો. પરંતુ હવે આ અવાજ ફરીથી સંભળવા નહી મળે.

વૈજ્ઞાનિક વલારમથીનું છેલ્લું મિશન ચંદ્રયાન-3 હતું, જે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અને તે સમય દરમિયાન તમે ઈસરોમાંથી જે અવાજ સાંભળ્યો હતો તે વલારમથીનો હતો. તમિલનાડુના અલિયાઉરની વતની વલારમથીએ શનિવારે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.વી. વેંકટકૃષ્ણને ટ્વિટ કરીને વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું છે કે શ્રીહરિકોટામાં ઈસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-3 તેમની અંતિમ જાહેરાત હતી. આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.

ઇસરોએ દુઃખ વ્યક્ત કર્યું

વલારમથીના નિધન પર ISROએ કહ્યું કે રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉન પાછળનો પ્રતિષ્ઠિત મહિલા અવાજ શ્રીહરિકોટાના ભવિષ્યના મિશનમાં સંભળાશે નહીં.  વલારમથીના નિધનથી અવાજ અનંતકાળ માટે ઝાંખો પડી ગયો છે! શનિવાર સાંજે ચેન્નઈની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મહિલા વૈજ્ઞાનિક વલારમતીનું અવસાન થયું હતું.

.

વલારમથી તેમના સાથીદારોમાં ‘મૅમ’ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ઘણા વર્ષોથી ISRO ટીમનો અભિન્ન ભાગ હતા. આત્મવિશ્વાસથી ભરપૂર તેમના વિશિષ્ટ અવાજે ISROના ઘણા સફળ રોકેટ પ્રક્ષેપણને માર્ગદર્શન આપ્યું છે. તેમણે દેશની અવકાશ સંશોધન યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નઈમાં જન્મેલા અને ઉછરેલા વલારમથી નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જુસ્સાદાર હતા. તેઓએ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવ્યું અને નાની ઉંમરે ISROમાં જોડાઈ ગયા હતા.

દેશવાસીઓ સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિક વલારમથીને યાદ કરી રહ્યા છે અને ઈસરોમાં તેમના યોગદાનને સલામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના અવાજની પ્રશંસા કરી રહી છે અને દરેક સાથે કનેક્શન કેવી રીતે બન્યું તે વિશે લખી રહ્યું છે.

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું, જેણે ભારતના નામમાં એક મોટી સિદ્ધિ ઉમેરી હતી. ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો, જેણે ચંદ્ર પર પોતાના મિશનને સફળ બનાવ્યું. આ સાથે, તે દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો એકમાત્ર દેશ બન્યો. શનિવારે, ISROએ પ્રજ્ઞાન રોવરને 11મા દિવસે નિષ્ક્રિય કરી દીધું. હવે ફરી 14 દિવસ પછી પ્રજ્ઞાન પોતાનું કામ શરૂ કરશે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 45 કલાકની ધ્યાન સાધના થઇ શરુ,જાણો આ 45 કલાકમાં કેવી હશે તેમની દિનચર્યા;માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષનું જ્યૂસ લેશે; 2 હજાર સુરક્ષાકર્મીઓ ખડેપગે…

KalTak24 News Team

“One Nation One Election” પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના

KalTak24 News Team

મોટા સમાચાર / સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા,156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે;આ શરતોએ મળ્યા જામીન…

KalTak24 News Team