November 22, 2024
KalTak 24 News
Gujarat

નવરાત્રીમાં 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય: હર્ષ સંઘવી

garaba
  • ખેલૈયાઓની સાથો સાથ ખાવાના શોખીનો માટે ખુશીના સમાચાર
  • નવરાત્રીમાં રાત્રે બાર વાગ્યા પછી પણ હોટલ-રેસ્ટોરાં ખુલ્લાં રાખી શકાશેઃ ગૃહરાજ્યમંત્રીની જાહેરાત
  • હર્ષ સંઘવીએ આજે રાજકોટમાં કરી જાહેરાત

ગુજરાત(Gujarat): ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રી(Navaratri)નો તહેવાર હવે ઊજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રી(Navaratri) સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે નવરાત્રી(Navaratri)ના નવ દિવસ લોકો ગરબા માણી ખાઈપીને નિરાંતે ઘરે જાય એવું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આજે પોલીસતંત્ર સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરીશું.

રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ
આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે તો બહારથી રમવા આવતા ખેલાડીઓને અંબા માતાજીના ગરબા રમવા પણ લઇ જજો. ગરબા રમ્યા પછી ખાણીપીણીની હોટલોમાં લઇ જજો. ખેલાડીઓને ગરબા પણ શીખવજો અને અલગ અલગ રાજ્યોમાંથી આવતા ખેલાડીઓ આપણા ગરબા રમશે-શીખશે તો આવનારા દિવસોમાં આસામમાં પણ ગુજરાતના ગરબા રમાશે એવી તૈયારી ગુજરાત સરકાર કરી રહી છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન
નવરાત્રી(Navaratri)ને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. નવરાત્રી(Navaratri) તહેવાર દેવી દુર્ગા માને સમર્પિત છે. એમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઊજવવામાં આવે છે. ત્યારે આ વખતે નવરાત્રી(Navaratri)નું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડાંમાં મહિલા પોલીસ તહેનાત રહેશે
નવરાત્રી(Navaratri)ને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને સી ટીમ તૈયાર કરવામાં આવી છે. નવરાત્રી(Navaratri)માં મોડી સાત સુધી ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં ઘણીવાર મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો બને છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ નવરાત્રી(Navaratri)માં મોડી રાત્રે મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં તહેનાત રાખવામાં આવશે. જો કોઈ અસામાજિક તત્ત્વ મહિલા સાથે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

PATAN ના સંડેરમાં 100 કરોડના ખર્ચે ખોડલધામ સંકુલ આકાર પામશે,ખોડલધામના ભૂમિપૂજનની તમામ તૈયારીઓ પૂર્ણ

KalTak24 News Team

અકસ્માતના LIVE CCTV: ગાંધીનગરમાં બસની ટક્કરથી સ્કૂલવાન પલટી, 10 બાળકો ઈજાગ્રસ્ત

Sanskar Sojitra

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો કલરફૂલ ફુલોનો શણગાર તથા સુખડીનો અન્નકૂટ ધરાવાયો;હજારો ભક્તોએ કર્યો દર્શન

Sanskar Sojitra