October 9, 2024
KalTak 24 News
Gujarat

PATAN ના સંડેરમાં 100 કરોડના ખર્ચે ખોડલધામ સંકુલ આકાર પામશે,ખોડલધામના ભૂમિપૂજનની તમામ તૈયારીઓ પૂર્ણ

khodaldham mandir in patan

Khodaldham Temple In Patan: સમગ્ર વિશ્વમાં સામાજિક ચેતનાની આહલેક જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ખાતે 3100 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતનું ખોડલધામ સંકુળ આકાર પામનાર છે. આગામી 22 ઓક્ટોબરના રોજ ચજ્યના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલની ઉપસ્થિતિમાં સંકુલનો ભૂમિપૂજન સમારોહ યોજાશે.

સામાજિક એકતાથી ભ્રષ્ટ એકતાનો સંદેશ આપનાર ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા-જુદા ઝોનમાં કુલ પાંચ ખોડલધામ સંકુલ બનાવી ધાર્મિકતાની સાથે સાથે શૈક્ષણિક,આરોગ્ય, કૃષિ સહિતના ક્ષેત્રમાં લોકો ઉપયોગી કાર્યો થઈ શકે તે હેતુથી ખોડલધામનો વ્યાપ વધારવાનો સંકલ્પ ચેરમેન સહિત ટ્રસ્ટીઓએ કર્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત ઝોનનું પ્રથમ સંકુલ પાટણ તાલુકાના સંડેર ખાતે આકાર પામવા જઈ રહ્યું છે. જે માટે દાતાઓના સાથથી તેમજ ટ્રસ્ટ દ્વારા ૩૪ વીઘા જેટલી જગ્યા ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં વધુ જમીન મેળવી 90થી 70 વીઘા જમીનમાં ભવ્ય મંદિરનું નિર્માળ થવાનું છે.

patan-khodaldham-complex-will-be-constructed-at-a-cost-of-100-crores-in-sunder-a-grand-complex-on-60-to-70-bigha-land-217645

પત્રકાર પરિષદમાં માહિતી આપતા ખોડલધામના ટ્રસ્ટી અને પાટણના ધારાસભ્ય:
ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સંકુલમાં કાગવડ ખોડલધામ મંદિર જેવું જ તેનાથી નાનું ખોડિયાર માતાનું મંદિરનું નિર્માણ થશે.આ ઉપરાંત સંકુલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ખેડૂતો માટે કૃષિ-સંશોધન કેન્દ્ર અને ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે. જેનાથી ખેડૂતોને કૃષિ અંગેના નવા નવા સંશોધનોની માહિતી મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈઘારીઓ કરી શકે તે માટે UPSC, GPSCના વર્ગનું ટ્રેનિંગ સેન્ટર અને ફિઝીક્સ ટ્રેનીંગ સંકુલ પણ ઊભું કરવામાં આવશે.

2000થી વધુ સ્વયંસેવકો સેવા આપશે
સંડેર ખાતે યોજનાર ભૂમિપુજન સમારોહમાં 25 હજાર પાટીદાર સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આયોજન સુચારૂ રૂપે થાય તે માટે 2000થી વધુ યુવાનો સ્વયંસેવક તરીકે જોડાશે. જે માટે ટ્રસ્ટ દ્વારા જુદી-જુદી 25 સમિતિઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 400 જેટલી મહિલા કાર્યકરો મહેમાનો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોને બેઠક વ્યવસ્થા કરવામાં સેવા આપશે.

Bhoomi Poojan of Khodaldham will be held on October 22 at Sander village of Patan Khodaldham: પાટણમાં બની રહેલા ખોડલધામના ભૂમિપૂજનની તમામ તૈયારીઓ પૂર્ણ, કૃષિ સંશોધન કેન્દ્રથી લઈને હોસ્પિટલ સુધીની મળશે સુવિધા

રક્તદાન કેમ્પ યોજાશે
ખોડલધામના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યુવા ભાઈ બહેનોને મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી એકતા શક્તિ અને ભક્તિના સમન્વયે સાથે માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

જાણો કોણ કઈ બાબતની જવાબદારી સંભાળશે

  • પાંચ ગામ લેઉવા પાટીદાર મહીલા મંડળ દ્વારા ભોજન વ્યવસ્થા સંભાળશે
  • સોળગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા છાસની વ્યવસ્થા સંભાળશે.
  • 2000 સ્વયંસેવક આપશે સેવા
  • બેંતાલીસ લેઉવા યુવા સંગઠન, પાટણના 300 સ્વયંસેવકો પાર્કિંગ વ્યવસ્થા સંભાળશે
  • બેંતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠન,પાટણની 250 સ્વયંસેવિકા બહેનો મંડપની બેઠક વ્યવસ્થા સંભાળશે
  • અડીયા ગામના 200 યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન સમગ્ર કાર્યક્રમ માં કરવામાં આવશે.

 

આ પણ વાંચો: સુરત/ ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકનું સુરતમાં ઓર્ગન ડોનેશન,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી બાળકનું કરાયું અંગદાન..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

અનરાધાર વરસાદ / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,નવસારીમાં 6 કલાકમાં 10.5 ઈંચ વરસાદથી જળબંબાકાર

KalTak24 News Team

CRIME NEWS: જેના પર દુષ્કર્મ કર્યું હતું તે યુવતીની હત્યા કરી સળગાવી દીધી હતી,સુરજ ભુવાજી સહિત 8 આરોપીઓ પકડાયા

KalTak24 News Team

સુરત/ પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 75 દીકરીઓના 24 ડિસેમ્બરે યોજાશે સમૂહલગ્નનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી લેવડાવશે 25000 લોકોને અંગદાનના શપથ

Sanskar Sojitra
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.