ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઇને તમામ રાજકીય પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહ્યા છે તે વચ્ચે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે એકશનમોડમાં જોવા મળી રહી છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્રારા ગુજરાતની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 10 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ઉમેદવાર શહેર
1.ભેમાભાઇ ચૌધરી દિયોદર બેઠક પરથી જાહેર
2.જગમાલવાળા સોમનાથ બેઠક પરથી જાહેર
3. અર્જુન રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી જાહેર
4. સાગર રબારી બેચરાજી બેઠર પરથી જાહેર
5. વશરામ સાગઠીયા રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી જાહેર
6. રામધડૂક કામરેજ બેઠક પરથી જાહેર
7. શિવાલાલ બારસીયા રાજકોટ દક્ષિણ બેઠક પરથી જાહેર
8. સુધીર વાઘાણી ગરિયાધાર બેઠક પરથી જાહેર
9. રાજેન્દ્ર સોલંકી બારડોલી બેઠક પરથી જાહેર
10.ઓમ પ્રકાશ તિવારી અમદાવાદના નરોડા બેઠક પરથી જાહેર
બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે
ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ