મોડી રાત્રે ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 46 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં મોટાભાગના નેતાઓ અને રીપીટ કરાયા હોવાનું સામે આવ્યું છે. પરેશ ધાનાણી, ભિખાભાઈ જોશી, અમરીશ ડેર, પુંજાભાઈ વંશ, ઋત્વિક મકવાણા, લલિતકાગથરા ,પીરઝાદા ,લલિત વસોયા સહિતના નેતાઓને રીપીટ કરવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી રાજકોટની બાકી રહેલી બે બેઠકો પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. મળતી વિગતો પ્રમાણે શહેર કોંગ્રેસમાં જૂથવાદના કારણે હજી સુધી બંને બેઠકો પરના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રના મોટાભાગના ધારાસભ્યોની જાહેરાત કરી દેવામાં આવી છે, આજે જાહેર કરવામાં આવે લિસ્ટમાં 29 જેટલા સૌરાષ્ટ્રના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસ ના 46 ઉમેદવારો ની યાદી જુઓ:
- મમદભાઈ જંગ ભટ્ટ- અબડાસા
- રાજેન્દ્ર સિંહ જાડેજા- માંડવી
- અરજણભાઈ ભુડિયા- ભૂજ
- નૌશાદ સોલંકી- દસાડા
- કલ્પનાબેન મકવાણા- લિંબડી
- ઋત્વિક મકવાણા- ચોટિલા
- લલિત કગથરા- ટંકારા
- મોહમ્મદ જાવેદ- પીરઝાદા, વાંકાનેર
- યાતિશ દેસાઈ- ગોંડલ
- દિપક વેકરિયા-જેતપુર
- લલિત વસોયા- ધોરાજી
- પ્રવિણ મુચ્છડિયા- કાલાવાડ
- મનોજ કથીરિયા- જામનગર દક્ષિણ
- ચિરાગ કાલરિયા- જામજોધપુર
- વિક્રમ માડમ- ખંભાળિયા
- ભીખાભાઈ જોશી- જૂનાગઢ
- કરસનભાઈ વડોદરિયા- વિસાવદર
- હીરાભાઈ જોટાવા- કેશોદ
- બાબુભાઈ વાજા- માંગરોળ
- વિમલ ચુડાસમા – સોમનાથ
- પૂંજાભાઈ વંશ- ઉના
- પરેશ ધાનાણી- અમરેલી
- વિરજી ઠુમ્મર- લાઠી
- પ્રતાપ દુઘાત- સાવરકુંડલા
- અંબરીશ ડેર- રાજૂલા
- કનુભાઈ બારૈયા- તળાજા
- પ્રવિણભાઈ રાઠોડ- પાલિતાણા
- કિશોરસિંહ ગોહિલ- ભાવનગર પશ્ચિમ
- જગદીશ ચાવડા- ગઢડા
- જેરમાબેન વસાવા- ડેડિયાપાડા
- સુલેમાનભાઈ પટેલ- વાગરા
- ફતેહસિંહ વસાવા- ઝઘડિયા
- વિજયસિંહ પટેલ- અંકલેશ્વર
- અનિલ ચૌધરી- માંગરોળ
- આનંદ ચૌધરી- માંડવી
- અસલમ સાયકલવાલા- સુરત પૂર્વ
- અશોક પટેલ- સુરત ઉત્તર
- ભારતી પટેલ- કરજણ
- ગોપાલ પાટીલ- લિંબાયત
- ધનસુખ રાજપૂત- ઉધના
- બળવંત જૈન- મજૂરા
- કાંતિલાલ પટેલ- ચોર્યાસી
- પૂનાભાઈ ગામિત- વ્યારા
- સુનિલભાઈ ગામિત- નિઝાર
- અનંતકુમાર પટેલ- બાંસડા
- કમલકુમાર પટેલ- વલસાડ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp