Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી સેવા અને કાર્ય પદ્ધતિને વધુ સરળ બનાવવાના જનહિતકારી અભિગમથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના 10 ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે
રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલ આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.
રાજ્યમાં રિવાઇઝ્ડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બનાવવા તથા રિડેવલપમેન્ટને વેગ આપવા મહત્ત્વનો નિર્ણય:
🔹રાજ્યમાં કોઈપણ હેતુ માટે અગાઉ N.A. થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય ત્યારે, જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા થયેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.તદઅનુસાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રિમીયમની રકમ વસુલવાપાત્ર હતી પણ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવી જમીનમાં હાલના અરજદાર/કબ્જેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦% પ્રિમીયમની રકમ વસુલ કરીને રીવાઈઝ્ડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.
એટલું જ નહીં, જે કિસ્સાઓમાં પ્રિમીયમ વસૂલાતનો અગાઉ નિર્ણય થઈ ગયેલો હોય તેવા કિસ્સાઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે નહીં.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં રિવાઈઝડ બિન ખેતી પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા તથા ત્વરિતતા આવશે તેમજ રિડેવલપમેન્ટ પ્રક્રિયાને પણ વેગ મળશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube