November 21, 2024
KalTak 24 News
EntrainmentViral Video

હાર્દિકની પૂર્વ પત્ની નતાશા સાથેની તસવીરો વાયરલ થતાં જ એલ્વિશ યાદવે આપ્યું આવું રિએક્શન

Elvish-Yadav-Natasa-Stankovic.jpg

Elvish Yadav : તાજેતરમાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે જોવા મળ્યો હતો. બંને એક રીલ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. નતાશા અને એલ્વીશને એકસાથે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ ઘણાં લોકોએ બંનેને ટ્રોલ કરી રહ્યા હતા. હવે એલ્વિશ યાદવે ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. 

એલ્વિશે એક ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેની તરફેણમાં વાત થઈ રહી હતી. યુઝરે લખ્યું હતું કે, ‘નતાશા અને એલ્વિશ એક મ્યુઝિકના પ્રોમો શૂટ વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ ચાહકોએ બંને પર શાબ્દિક હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું હતું. આ એક ઉદાહરણ છે કે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગમાં કોઈ તર્ક, નૈતિકતા, કે શિષ્ટાચાર હોતો નથી.’ આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા એલ્વિશે લખ્યું, ‘અને તેઓ મફતમાં ઘણું પીઆર પણ કરાવે છે.’

પંજાબી ગીત ‘તેરે કરકે’ માટે એલ્વિશ અને નતાશાએ રીલ શૂટ કરી હતી. જેમાં બંને રોમેન્ટિક વોક કરતા જોવા મળ્યા હતા. તે બંને બીજા અન્ય કોઈ પ્રોજેક્ટમાં પણ સાથે આવાના છે કે નહિ તેને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. એલ્વિશના સોશિયલ મીડિયા પર ઘણાં ચાહકો છે. તેણે લઈને અનેક લોકો તેની સાથે કોલોબ્રેશન કરતા હોય છે. અને તેની રીલ અને વીડિયો વાઈરલ થતા હોય છે.

એલ્વિશની કારકિર્દી ઘણી વિવાદોથી ઘેરાયેલી રહી છે. હવે તે આગામી રોડીઝની સિઝનમાં ગેંગ લીડર તરીકે જોવા મળશે. જો નતાશાની વાત કરીએ તો તેણે તેના પતિ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લઇ લીધા છે. આ વર્ષે જુલાઈમાં બંનેએ ફેન્સને પોતે એકબીજાથી અલગ થઇ ગયા હોવાની જાણકારી આપી હતી.

 

 

 

Group 69

 

 

Related posts

દર્શિતા ઉપાધ્યાય ની સફલતા ની સીડી ચડવાની આદત સાથે EXCLUSIVE વાત

Sanskar Sojitra

બેંગકોકથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે થઈ ઝપાઝપી, વીડિયો થયો વાયરલ

KalTak24 News Team

Vande Bharat Sleeper train: વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો,ટ્રેનમાં જલદી જોવા મળશે સ્લીપર કોચ;જાણો ક્યારથી કરી શકાશે તેમાં સફર

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..