April 7, 2025
KalTak 24 News
Gujarat

રત્નકલાકારનું અંગદાન/ સુરતમાં રાદડિયા પરિવારના 40 વર્ષીય યુવક માથામાં દુઃખાવા અને ચક્કર બાદ બ્રેઈનડેડ જાહેર, લિવર, બન્ને કીડની અને ચક્ષુઓનું કરાયું દાન;જીવનદીપ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ થકી ૧૭મું અંગદાન..

40-year-old-man-in-surat-declared-brain-dead-after-headache-and-dizziness-donates-liver-both-kidneys-and-eyes-surat-news

Organ Donations in Surat: સુરતમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 17મું અંગદાન પટેલ સમાજના રાદડિયા પરિવારના યુવાનનુ લિવર, બન્ને કીડની અને ચક્ષુઓનું દાન સિમ્સ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું હતું. સુરતમાં 40 વર્ષીય યુવક માથામાં દુઃખ અને ચક્કર બાદ બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ લિવર, બન્ને કીડની અને ચક્ષુઓનું દાન કર્યું હતું.

જુઓ VIDEO:

 

મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના 40 વર્ષીય રત્નકલાકાર સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા કેવટનગર, પુણાગામ ખાતે રહેતા હતા. પરિવારમાં સંગીતાબેન સુરેશભાઈ રાદડિયા (પત્ની), દિવ્યેશ સુરેશભાઈ રાદડિયા (પુત્ર- 10 વર્ષ), ધૃતિ સુરેશભાઈ રાદડિયા (પુત્રી- 6 વર્ષ) છે.

અંગદાતાશ્રી સ્વ. સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા

અસહ્ય માથું દુ:ખવું અને ચક્કરની ફરિયાદ

થોડા દિવસ અગાઉ સામાન્ય તાવની ફરિયાદ હતી, જેથી સૌ પ્રથમ તેઓએ ફેમેલી ડોક્ટરની સલાહ લીધી હતી, ત્યાં તેઓએ લેબોરેટરી રીપોર્ટ કરાવ્યા હતા, તેમને ઘરે ઉભા રહેવાની તાકાત નહી હોય, ફેમેલી ડોકટરે તેઓને બીજી કોઈ વધુ તકલીફ હશે તેવું લાગતું હતું, જેથી એમ.ડી. ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ અને સારવાર લેવાનું જણાવ્યું હતું, ત્યાંથી તેઓ ડો. નીલેશ ઠુંમર (સિમ્સ હોસ્પિટલ) ને બતાવ્યું હતું, ડોકટરે એ વખતે તેઓને અસહ્ય માથું દુ:ખવું અને ચક્કર આવવાની ફરિયાદ હોવાથી તુરંત દાખલ થવાની સલાહ આપી હતી. દર્દી દાખલ થવાની સાથે તેઓની વિશેષ સારવાર શરુ કરવામાં આવી હતી.

સુરેશભાઈ રાદડીયાને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરાયા

સિમ્સ હોસ્પીટલમાં સુરેશભાઈ બાબુભાઈ રાદડીયા દર્દીને ડો. નીલેશભાઈ ઠુંમર, ડો. મૌલિક પટેલ , ડો. કૌશલ પટેલ, ડો. નરેન્દ્ર ગઢિયા દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.સુરેશભાઈ બાબુભાઈ રાદડીયાના પરિવાર જનોને દર્દી બ્રેઈનડેડ હોવાના સમાચાર મળતા તેમના બંને ભાઈઓ સંજયભાઈ રાદડિયા, હસમુખભાઈ રાદડિયા અને પત્ની. સંગીતાબેન રાદડિયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો. પરિવારના મોભી બાબુભાઈ રાદડિયા (પિતા), દેવચંદભાઈ રાદડિયા (કાકા), દિનેશભાઈ રાદડિયા (કાકા) તથા ઝવેરભાઈ મોરડિયા (ફૂવા) એ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી ડો. કૌશલભાઈ પટેલ, અને ડો. નીરવભાઈ ગોંડલિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવીયા, પી.એમ.ગોંડલિયા, ડો. નીલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી.

અંગોના દાન થકી દર્દીઓને નવજીવન

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો આપ આગળ વધો આ પ્રક્રિયા માટે. પરિવારજનોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ(સોટો) નો સંપર્ક કરી કીડની અને લીવર અને ચક્ષુ દાન માટે જણાવ્યું હતું.

લિવર અને બે- કીડનીનું દાન

ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, ડો. રાહુલ આમીન, ડો.પ્રખર, ડો. રુતુલ શાહ, ધવલ બ્રધર, અજય બ્રધર અને ટિમ IKRDC દ્વારા લિવર અને બે- કીડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, અને બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.આશરે ૧૯૫ મીનીટમાં કીડની અમદાવાદમાં પહોંચાડવા માટે સુરતની સીમ્સ હોસ્પિટલ થી IKDRC હોસ્પિટલ, ન્યુ સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ સુધીના ૨૬૧ km માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો વિશેષ સહકાર મળ્યો હતો.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નિલેષ કાછડિયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, સિમ્સ હોસ્પિટલના ડો. નીલેશ ઠુંમર, ડો. કૌશલ પટેલ, ડો. મૌલિક પટેલ, ડો. નરેન્દ્ર ગઢિયા, બીટી બીરજુ જ્હોન, ડો. પૂનમ સાવલિયા, બીપીન તળાવીયા, વૈજુલ વિરાણી, વિપુલ કોરાટ, સી. એમ. દેસાઈ, તુષાર ધામેલીયા, ભાવેશભાઈ દેસાઈ, શૈલેશ શિહોરા, પ્રકાશ હરિયાણી, ચિરાગભાઈ ડી ફોટો, નરેશભાઈ સોલંકી, પીયુષ વેકરીયા, સાગર કોરાટ, અને સમગ્ર સિમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી ૧૭ મું સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

વિશેષ પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ સંસ્થાના માધ્યમથી ૧૭મું ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું.

 

 

 

 

 

Related posts

મતદાર જાગૃતિ માટે ECનો નવતર અભિગમ: ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ એસોસિએશન વચ્ચે થયા MoU

KalTak24 News Team

અમરેલીના મિતિયાળામાં શિક્ષકની બદલી વેળાએ આખું ગામ ચોધાર આંસુએ રડ્યું,ઘોડે બેસાડી ‘રઘુ રમકડું’ને અપાઇ વિદાય;જુઓ વીડિયો

KalTak24 News Team

સુરતમાં પત્ની-પુત્રની હત્યા કરનાર યુવકે ફરી હોસ્પિટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ,પોલીસના ડરથી કાચ વડે ગળું કાપ્યું

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં