Surat AAP corporator Jitendra Kachdiya News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં AAP(આપ)ના કોર્પોરેટરના ઘરે આગ લાગી હતી. જેમાં પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. જો કે 6 સભ્યો સહી સલામત બહાર નીકળી ગયા હતા. જ્યારે 18 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર જિતુભાઈ કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ધરાવે છે. પરિવારમાં બે દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.
પ્રિન્સ હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જો ચોથામાં જ આગે ભીષણરૂપ ધારણ કરી લીધું હતું. જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો.
બીજા માળે જિતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્ય સૂતા હતા. આગની ઘટનાની જાણ થતા આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા. જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યારબાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નીચે ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી.
પરિવારના છ સભ્યો બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધૂમાડાના કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. દરમિયાન આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો. જેથી ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતા પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, 2 વાગ્યા આસપાસ આગનો કોલ મળ્યો હતો. ત્યારબાદ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઘરમાં સભ્યો પણ ફસાયા હોવાની પણ જાણ થઈ હતી. જોકે, તેઓ કૂદી જતા બચાવ થયો હતો જ્યારે એક યુવક ફસાયો હોવાની જાણ થતા તેને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે તેને બચાવવામાં સફળતા મળી નહોતી.
ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગમાં ઘર વખરી સહિતનો સમાન બળી ગયો હતો. જયારે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું મકાન હતું. જેમાં પહેલા માળે આગ લાગ્યા બાદ આગ પ્રસરી હતી. આગમાં ફર્નીચર, ઘર વખરી, એલીવેશન, બારી બારણા સહિતનો સમાન બળી ગયો હતો.
પ્રિન્સની સોમવારથી બોર્ડની પરીક્ષાઓ હતી
જીતેન્દ્ર કાછડિયાનો 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને સોમવારથી તેની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થવાનો હતો. જો કે, આજે તેનું અકાળે નિધન થતાં તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી મિત્રોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
સવારે પરિવારના સભ્યો મંદિરે જવાના હતા
આજે શિવરાત્રિને પગલે કાછડિયા પરિવારના તમામ સભ્યોએ ઘર પાસે આવેલા શિવજીના મંદિરે પુજા અર્ચના માટેની તૈયારી કરી હતી અને સવારે ચાર વાગ્યે ઉઠીને તમામ સભ્યો મંદિરે જવાના હતા. જો કે, ગણતરીનાં સમયમાં સર્જાયેલી હોનારતમાં પરિવારે માસુમ પુત્ર ગુમાવવાનો વારો આવ્યો હતો.
હોસ્પિટલ અને ઘરે સમાજના અગ્રણીઓ દોડ્યા
મોડી રાત્રે લાગેલી આગમાં કોર્પોરેટરના પુત્રનાં મોતના સમાચાર સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા અને જોતજોતામાં જ સમાજથી માંડીને પાર્ટીના આગેવાનો અને કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો જીતેન્દ્ર કાછડિયાના ઘરે દોડી આવ્યા હતા. જ્યારે પ્રિન્સના મૃતદેહની પીએમની કાર્યવાહી દરમિયાન હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા
-
સુરત/અમરોલી બ્રીજ પરથી કુદીને આપઘાત કરવા જઈ રહી હતી યુવતી,કૂદે એ પહેલાં જ TRB જવાને બચાવી લીધી,VIDEO
-
જૂનાગઢ/ આ છે ભવનાથ તળેટીમાં આવેલી પૌરાણિક ફરવા જેવી જગ્યાઓ,જોઈ લો આખું લિસ્ટ
-
આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube