Ahmedabad: અમદાવાદ પોલીસ કમિશનરે અત્યારે એક મોટો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ બજાવતા 14 પીઆઈની બદલી કરી દીધી છે. નોંધનીય છે કે, ઘણાં સમયથી આ બદલીને લઇને ચર્ચાઓ ચાલી રહીં હતી. અત્યારે અચાનક બદલીના આદેશ થતા પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 2 મહિનાથી અમદવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. જેના લઈને આ નિર્ણય થયો હોય તેવી પણ સંભાવનાઓ છે.
અમદાવાદ શહેરમાં વધતી જતી ક્રાઈમની ઘટનાને લઈ શહેર પોલીસ દ્વારા આ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં વધી રહેલી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા 14 PIની બદલી કરવામાં આવી છે. જેમાં શહેરના ગોમતીપુર, બોડકદેવ, અમરાઇવાડી અને વટવા સહિતના પી.આઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
કોની ક્યાં કરવામાં આવી બદલી
કે બી ગઢવીની વટવાથી ઈઓડબલ્યુ, પી બી ઝાલાની એ ટ્રાફિકથી વટવા, જે પી ચૌધરીની ગોમતીપુર-IIથી એ ટ્રાફિક, કે એમ ભુવાની સાયબર ક્રાઈમથી એલિસબ્રિજ, બી પી સાવલિયાની રખિયાલ-IIથી રામોલ-II, એસ એ ગોહિલની એસજી-2 ટ્રાફિકથી કાગઠાપીઠ, એ એસ પટેલની એસ જી ટ્રાફિકથી બોડકદેવ, આર વી વીંછીની બોડકદેવથી એસજી-1 ટ્રાફિક, ડી વી હડાતની અમરાઈવાડીથી કંટ્રોલ રૂમ, પી એચ મકવાણાની સાયબર ક્રાઈમથી અમરાઈવાડી, એન બી બારોટની કંટ્રોલ રૂમથી સાયબર ક્રાઈમ, યુ એચ વસાવાની એસઓજીથી એસજી-2 ટ્રાફિક, કે પી ચાવડાની ખાડિયાથી એએચટીયુ તથા એસ જે ભાટીયાની એએચટીયુથી ખાડીયા બદલી કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube