Angelo Mathews Timed Out: બાંગ્લાદેશ પહેલાથી જ આ વર્લ્ડ કપથી બહાર થઈ ચૂકી છે જ્યારે શ્રીલંકાથી પણ આશા રાખવા જેવું લાગી રહ્યું નથી. તેવામાં આજની મેચ બંને ટીમો માટે ઈજ્જતનો સવાલ વધુ લાગી રહી છે. દિલ્હીમાં ચાલી રહેલી આ મેચ દરમિયાન એક બેટ્સમેનને એ રીતે આઉટ દેવામાં આવ્યું જે વિશે કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય. આવો આઉટ જે વર્લ્ડ કપ ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. શ્રીલંકાનાં બેટર એંજેલો મેથ્યૂઝ મેદાનમાં પહોંચ્યાં જ હતાં કે તેમને પેવેલિયન તરફ વળવું પડ્યું. કારણકે ક્રીઝ પર પહોંચતા સમયે તે સંપૂર્ણપણ તૈયાર નહોતાં. જેની અસર એ થઈ કે તેમને ટાઈમ આઉટ દેવામાં આવ્યો. ક્રિકેટમાં પહેલીવાર કોઈ બેટરને આ રીતે ટાઈમ આઉટ દેવામાં આવ્યું છે.
ટાઈમ આઉટ
પહેલા બેટિંગ કરી રહેલી શ્રીલંકાની ટીમે 25 ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનની બીજી બોલ પર સદીરા સમરવિક્રેમાની વિકેટ મળી. પછી ક્રીઝ પર આવેલા અનુભવી બેટર એંજેલો મેથ્યૂઝ ટાઈમ આઉટ થઈ ગયાં. ખેલ ખેલ્યા વિના આ ખેલાડી ટાઈમ આઉટ જાહેર થયાં. આવી રીતે બાંગ્લાદેશની ટીમે 1 બોલમાં 2 વિકેટ પોતાને નામ કરી.
This is the Worst Sportsmanship I have ever seen on International level
Bangladesh should have allowed Angelo Mathews to Play.. That’s the least expected by a Sports team 😔#SLvsBAN #SLvBAN #BANvSL #ICC #BANvsSL #AngeloMathews #Delhi #DelhiNCR #earthquake #Shakib pic.twitter.com/Grj0M1rp3L
— Dr Jain (@DrJain21) November 6, 2023
એંજેલો મેથ્યૂઝ થયાં ક્રોધિત
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેયર ક્રીઝ પર આવ્યા બાદ પણ રેડી થવામાં થોડો સમય લઈ રહ્યાં છે. તે ક્રૂ પાસેથી હેલ્મેટ બદલવા ઈશારો કરી રહ્યાં છે. આ બાદ બાંગ્લાદેશી બોલર શાકીબ એમ્પાયરને ટાઈમ આઉટ અંગે જણાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બાંગ્લાદેશની રજૂઆત સાંભળતા એમ્પાયર એંજેલો મેથ્યૂઝની સાથે વાતચીત કરે છે અને છેલ્લે તે ટાઈમ આઉટ જાહેર થાય છે. ક્રોધી ભારયેલા એંજેલો મેથ્યૂઝ ક્રીઝથી બહાર જઈને હેલ્મેટ અને બેટ ફેંકેં છે.
નિયમો શું કહે છે?
વર્લ્ડ કપની પ્લેઇંગ કન્ડીશન્સ મુજબ, કોઈપણ બેટર આઉટ થયા પછી આગામી બેટ્સમેને 2 મિનિટની અંદર ક્રિઝ પર પહોંચવું પડે છે અને બોલરનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. જો આવું ન થાય તો ફિલ્ડિંગ ટીમની અપીલ પર અમ્પાયર તેને ‘ટાઈમ આઉટ’ આપી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube