December 18, 2024
KalTak 24 News
Viral Video

સુરેન્દ્રનગરની સભામાં 7 વર્ષની બાળકીથી કેમ પ્રભાવિત થયા વડાપ્રધાન?,જુઓ વાયરલ વીડિયો

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સતત સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે આજે સુરેન્દ્રનગર(Surendranagar)માં જનસભા સંબોધી તે દરમિયાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સતત વ્યસ્ત કાર્યક્રમ માં પણ એક બાળકી(girl)ને સમય આપી તેની કવિતા સાંભળી હતી. સુરેન્દ્રનગરની જનસભા દરમિયાન PM મોદીનો બાળપ્રેમ જોવા મળ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)માં ઘણો જ વાયરલ(Viral) થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે શાંતિથી સાંભળી કવિતા
વિધાનસભા ચૂંટણીને લઈને PM મોદી હાલ ગુજરાતના ગામેગામ ખુંદી રહ્યાં છે. રોજ અનેક જનસભાઓ સંબોધી મતદાતાઓના દિલ જીતવાના પ્રયાસ કરી રહ્યાં છે. જો કે સુરેન્દ્રનગરની સભામાં એક 7 વર્ષની બાળકીની કવિતાએ વડાપ્રધાનનું દિલ જીતી લીધું હતું. સુરેન્દ્રનગરની સભામાં PM મોદીએ 7 વર્ષની બાળકી સાથે મુલાકાત કરી. આ મુલાકાત પાછળનું કારણ હતું બાળકીની કવિતાની. સુરેન્દ્રનગરમાં જાહેરસભા દરમિયાન 7 વર્ષની બાળકી આધ્યાબા સાથે PM મોદીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આધ્યાબાએ ભાજપના કેમ્પેન માટે PM મોદીને કવિતા સંભળાવી. આધ્યાબાની કવિતા સાંભળી PM મોદી પ્રભાવિત થયા અને આધ્યાબાને ઓટોગ્રાફ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

કોંગ્રેસ પર પ્રહાર કરી વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમા તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાની વાત કહી હતી.PM મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. કહ્યું કે, જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ છે તેવા લોકોના ખભે હાથ મુકીને અમુક લોકો યાત્રા કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વાસીઓએ ટેન્ક માફિયાઓનું રાજ પણ જોયું છે. કોઈ એક કોંગ્રેસ નેતાનું નામ બતાવો કે જેમણે પાણી પહોંચાડ્યું હોય.PM મોદીએ કહ્યું, આ તમારું સુરેન્દ્રનગર ને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર.. આ તો ત્રિવેણી સંગમ છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

VIRAL VIDEO: રોબોટ ડોગની સામે આવ્યો જ્યારે અસલી કૂતરા,વાયરલ વિડિયો જોઈ યુઝર્સ બોલ્યા- ‘હવે કૂતરાઓમાં પણ બેરોજગારી વધશે’

KalTak24 News Team

સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાના CCTV ફૂટેજ આવ્યા સામે, લંગડાતી દેખાઈ

KalTak24 News Team

કલયુગમાં પહેલીવાર જીવતો જોવા મળ્યો જટાયુ ! રૂપ જોઈને લોકોએ વન વિભાગને જાણ કરી ટીમને બોલાવી પડી

KalTak24 News Team
Advertisement