Vande Bharat express accident: રસ્તા પર રખડતા ઢોરોના ત્રાસ રોડ અને રન-વે પર જ નહીં પણ હવે રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યી રહ્યો છે. આજે સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આણંદ સ્ટેશન નજીક ગાય ટકરાવાથી ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થયું છે. નોંધનીય છે કે, ગઈકાલે વટવા નજીક એકાએક ભેંસોનું ટોળું આવી જતાં અકસ્માત સર્જાયો હતો અને ભેંસોના મોત નિપજ્યા હતા.
આ અંગે અધિકારીએ જણાવ્યું કે, આણંદ સ્ટેશન નજીક ગાય ટકરાવવાથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગમાં નજીવું નુકસાન થયું છે. આ ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ બની છે જોકે, રાહતની વાત એ છે કે, તમામ યાત્રીઓ સુરક્ષિત છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલમાં જ શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે અકસ્માતનો ભોગ બની હતી. જે બાદ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ભેંસના માલિક સામે ફરિયાદ નોંધી છે.
ગુરુવારની ઘટનાની વાત કરીએ તો નવી શરૂ થયેલી સેમી-હાઈ-સ્પીડ ટ્રેને ચાર ભેંસોને ટક્કર મારી હતી, અને તેના એન્જીનનો શંકુ તૂટી ગયો હતો. ચાર ભેંસોના મોત થયા હતા પરંતુ આજની અથડામણમાં સામેલ ગાયની હાલત હજી જાણી શકાઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી તેમાં મુસાફરી કરી હતી.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp