Tirupati Laddu Controversy: તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈને બે દિગ્ગજ કલાકારો વચ્ચે વાકયુદ્ધ ફાટી નીકળ્યું છે. હકિકતમાં, પીઢ કલાકાર પ્રકાશ રાજે તિરુપતિ મંદિર પ્રસાદ કેસમાં 11 દિવસનું ‘પ્રાયશ્ચિત’ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પર ટિપ્પણી કરી હતી.
તમે આ મુદ્દાને સનસનાટીભર્યા કેમ બનાવી રહ્યા છો: પ્રકાશ રાજ
અભિનેતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ડિયર પવન કલ્યાણ, આ તે રાજ્યમાં થયું છે જ્યાં તમે નાયબ મુખ્યમંત્રી છો. પ્લીઝ તપાસ કરો. દોષિતોને શોધો અને કડક કાર્યવાહી કરો. તમે આ મુદ્દાને સેન્સેશનલ કેમ બનાવી રહ્યાં છો અને તેને રાષ્ટ્રીય સ્તરે મોટી કેમ બનાવવા માગો છો? દેશમાં પહેલાથી જ ઘણાં જ સાંપ્રદાયિક તણાવ છે (કેન્દ્રમાં બેઠેલા તમારા મિત્રોની કૃપાથી).
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
પવન કલ્યાણે પ્રકાશ રાજને આપ્યો આ જવાબ
પવન કલ્યાણે પ્રકાશ રાજના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “મારે આ બાબતોમાં કેમ ન બોલવું જોઈએ? હું પ્રકાશ રાજ તમારો આદર કરું છું, અને જ્યારે ધર્મનિરપેક્ષતાની વાત આવે ત્યારે તે મ્યૂચ્યુઅલ હોવું જોઈએ. મને સમજાતું નથી કે તમે મારી ટીકા કેમ કરો છો? શું હું સનાતન ધર્મ પરના હુમલા વિશે વાત ન કરી શકું? પ્રકાશે આ પાઠ શીખવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે કોઈએ પણ આ મુદ્દાને હળવાશથી ન લેવો જોઈએ, હું સનાતન ધર્મ પ્રત્યે ખૂબ જ ગંભીર છું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “મારા માટે સનાતન ધર્મ સૌથી મહત્વપૂર્ણ છે અને દરેક હિંદુએ આ મામલે જવાબદારી લેવી જોઈએ. તેમના ભાષણને સમાપ્ત કરતા પવને કહ્યું, ‘જો અન્ય કોઈ ધર્મમાં આવું થયું હોત તો એક વિશાળ આંદોલન થયું હોત.’
પવન કલ્યાણે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના કરવાની માંગ કરી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પવન કલ્યાણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાનો સમય આવી ગયો છે. નાયબ મુખ્ય પ્રધાને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “તિરુપતિ બાલાજી પ્રસાદમાં પ્રાણીની ચરબી (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને ભેંસની ચરબી)ની ભેળસેળના તારણોથી અમે બધા ખૂબ જ પરેશાન છીએ.”
પવન કલ્યાણે કહ્યું, “કદાચ ભારતભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના કરવાનો સમય આવી ગયો છે.”
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube