How To Protect Skin Hair From Holi Colors: નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધા આતુરતાથી હોળીના પર્વની રાહ જોઈ રહ્યા છે. આગામી 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવનાર છે. ધૂળેટીના દિવસે રંગોથી રમવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને પોતાની ખુશી અને પ્રેમ વ્યક્ત કરે છે.

સ્કિનને નુકસાન
હોળીના રંગોમાં કેટલાક એવા હાનિકારક રસાયણો હોય છે, જે સ્કિનના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. આ રસાયણોથી એલર્જી, શુષ્કતા, ખંજવાળ અને ક્યારેક ફોલ્લીઓ પણ થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહવું છે કે, સિન્થેટિક રંગોની જગ્યાએ નેચરલ અથવા હર્બલ રંગોનો ઉપયોગ કરવો જોઈએ, જે સ્કિન માટે સુરક્ષિત હોય છે.
વાળને નુકસાન
રંગોમાં હાજર રસાયણો વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. એક્સપર્ટ્સ વાળની સુરક્ષા માટે નારિયેળ તેલ અથવા અન્ય કોઈપણ હેર ઓઈલનો પાતળો પડ લગાવવાની સલાહ આપે છે, જેથી રંગ વાળના સીધા સંપર્કમાં ન આવે.
આ રંગોથી કેવી રીતે બચવું
હર્બલ રંગોનો ઉપયોગ
હોળી રમતી વખતે હર્બલ અથવા નેચરલ રંગોનો ઉપયોગ કરો, જે સ્કિન અને વાળ માટે હાનિકારક ન હોય.
સ્કિન અને વાળોની સુરક્ષા
હોળી રમતા પહેલા સ્કિન પર સનસ્ક્રીન અને વાળમાં તેલ લગાવી લો.
સારી રીતે સાફ કરો
હોળી રમ્યા પછી સ્કિન અને વાળને હળવા શેમ્પૂ અને સાબુથી સારી રીતે સાફ કરો.
હાઇડ્રેશન
હોળી રમતી વખતે અને પછી પૂરતું પાણી પીઓ જેથી ત્વચા હાઇડ્રેટ રહે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube