December 18, 2024
KalTak 24 News
Technology

Google Year In Search 2023: આ વર્ષે Googleમાં સૌથી વધુ શું સર્ચ થયું?,ન Rohit Sharma કે ન Virat Kohli, નામ જાણીને તમે ચોંકી જાશો..

Google Year In Search 2023

Google Year In Search 2023: સોમવારે રિલીઝ થયેલા ગૂગલના ‘યર ઇન સર્ચ 2023’ બ્લોગ અનુસાર, આ વર્ષે દેશના લોકોએ ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતાથી લઇને ભારતના G-20 પ્રમુખપદ વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું હતું. લોકોએ ગૂગલ પર ત્વચા અને વાળને સૂર્યના કિરણોથી થતા નુકસાનને રોકવા માટેની રીતો વિશે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કર્યું હતું. ઘણા લોકોએ કાર્ડિયો અને જિમને લઇને સર્ચ કર્યું હતું. નજીકમાં આવેલા બ્યુટી પાર્લર અને સ્કિન એક્સપર્ટ વિશે ગૂગલમાં સર્ચ કરાયું હતું. ઘણા લોકો યુટ્યુબ પર તેમના પ્રથમ પાંચ હજાર ફોલોઅર્સ કેવી રીતે મેળવશે તે જાણવા માટે ઉત્સુક છે.

તુર્કીના ભૂકંપ અપડેટ અને ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો

બ્લોગ અનુસાર, સમાચાર સંબંધિત શોધમાં લોકોએ કર્ણાટક ચૂંટણી પરિણામો, સમાન નાગરિક સંહિતા, સ્થાનિક વિકાસ પર સૌથી વધુ સર્ચ કર્યું. આ સિવાય ગૂગલ ન્યૂઝના ફીચર દ્વારા ઈઝરાયલ-હમાસ યુદ્ધ અને તુર્કી ભૂકંપ જેવી વૈશ્વિક ઘટનાઓને સમજવાનો પ્રયાસ કર્યો. આ વર્ષે ભારતીયોનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ચરમસીમાએ હતો. ક્રિકેટ વર્લ્ડ કપ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચો સંબંધિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

મહિલા ક્રિકેટ અને ફિલ્મો માટે પણ સર્ચ કરાયુ

ગૂગલના રિપોર્ટ અનુસાર, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ, જે પ્રથમ વખત યોજાયો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ સર્ચમાં આગળ હતું. ક્રિકેટ ઉપરાંત લોકોએ ‘કબડ્ડીની રમત સારી રીતે કેવી રીતે રમાય’, ‘ચેસ ગ્રાન્ડમાસ્ટર કેવી રીતે બનવું’ જેવા પ્રશ્નો પણ પૂછ્યા હતા. ફિલ્મોમાં બાર્બેનહાઇમરે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું, ભારતીય ફિલ્મો પણ પાછળ રહી નહોતી. જવાનની સર્ચ રેન્કિંગ ફિલ્મોમાં ટોપ પર રહી. આ સિવાય ગદર 2 અને પઠાણ ટોપ ટ્રેન્ડિંગ સર્ચમાં સામેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે યર ઇન સર્ચ 2023ની યાદી બહાર પાડી છે. દર વર્ષે ડિસેમ્બરમાં બહાર પડતી ગૂગલની આ યાદીમાં ટોચના ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદી ચાર કેટેગરીમાં બહાર પાડવામાં આવી છે જેમાં ન્યૂઝ એન્ડ ઇવેન્ટ, વ્હોટ ઇઝ, હાઉ ટૂ અને નિયર પણ સામેલ છે. ન્યૂઝ એન્ડ ઇવેન્ટની લિસ્ટમાં ચંદ્રયાન-3ને ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.

વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ખેલાડી
ગૂગલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભારતમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં શુભમન ગિલને વધુ સર્ચ કરવામાં આવ્યો હતો. તે આ વર્ષે ગૂગલ પર ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ખેલાડી છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર બીજા સ્થાને છે. તે જ સમયે, વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવનાર મોહમ્મદ શમી આ યાદીમાં ત્રીજા નંબર પર છે.

ઓવરઓલ લિસ્ટમાં કિયારા અડવાણી ટોપ પર
જો આપણે ઓવરઓલ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલ સેલિબ્રિટીની વાત કરીએ તો આ લિસ્ટમાં બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી નંબર 1 પર છે. જ્યારે તેનો પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા આ સૂચિમાં છઠ્ઠા સ્થાને છે. ટોપ-10નું લિસ્ટ આ મુજબ છે.

અહીં Google પર સૌથી વધુ સર્ચ કરાયેલ વ્યક્તિત્વોની સંપૂર્ણ સૂચિ છે:

  1. કિયારા અડવાણી
  2. શુભમન ગિલ
  3. રચિન રવિન્દ્ર
  4. મોહમ્મદ શમી
  5. એલ્વિશ યાદવ
  6. સિદ્ધાર્થ મલ્હોત્રા
  7. ગ્લેન મેક્સવેલ
  8. ડેવિડ બેકહામ
  9. સૂર્યકુમાર યાદવ
  10. ટ્રેવિસ હેડ

2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ખેલાડીઓ

  1. શુભમન ગિલ
  2. રચિન રવિન્દ્ર
  3. મોહમ્મદ શમી
  4. ગ્લેન મેક્સવેલ
  5. ડેવિડ બેકહમ

2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી સ્પોર્ટ્સ ઇવેન્ટ

  1. ઈન્ડિયન પ્રીમિયર લીગ
  2. ક્રિકેટ વર્લ્ડ કપ
  3. એશિયા કપ
  4. વુમન્સ પ્રીમિયર લીગ
  5. એશિયન ગેમ્સ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

એલોન મસ્કએ દુનિયાની આપ્યો ઝટકો!,અનેક દિગ્ગજોના Twitter Blue Tick ગાયબ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં