December 19, 2024
KalTak 24 News
Technology

Instagram Feature: ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર,ટુંક સમયમાં આવશે નવું ફીચર-આ કામ થઇ જશે સરળ

Instagram New Story Group Mention feature

Instagram New Story Group Mention feature: ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સ્ટોરી ફીચર ઓફર કરે છે. તેની મદદથી, તમે તમારી દૈનિક પ્રવૃત્તિઓ તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. વોટ્સએપમાં સ્ટેટસ ફીચરની જેમ ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી(Instagram Story) ઓપ્શન છે. આ દરમિયાન, કંપની સ્ટોરીઝમાં એક નવી સુવિધા ઉમેરવાની છે જે તમને ગ્રૂપ ફોટામાં લોકોને ટેગ કરવાની મંજૂરી આપશે. અત્યાર સુધી જો તમે સ્ટોરી પર કોઈ ગ્રુપ ફોટો શેર કર્યો છે, તો આ સમય દરમિયાન તમને લોકોને ટેગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. હાલ આપણે અલગ અલગ બધાને મેન્શન કરવા પડે છે પરંતુ ટૂંક સમયમાં નવા ફીચરના કારણે આ રીતે અલગ અલગ મેન્શન નહી કરવુ પડે.

ઇન્સ્ટાગ્રામમાં આવેલ નવું ફીચર શું છે?

ઇન્સ્ટાગ્રામ હેડ Adam Mosseriએ તેમની બ્રોડકાસ્ટ ચેનલમાં નવા ફીચર વિશે માહિતી શેર કરી છે. તેણે લખ્યું કે, અમે એક ગ્રુપ મેકન્સ ફીચર પર કામ કરી રહ્યા છીએ, જેની મદદથી તમે એક જ ઉલ્લેખ દ્વારા અલગ-અલગ લોકોને ટેગ કરી શકો છો અને ગ્રુપમાં હાજર લોકો આ ફોટો સરળતાથી પોતાની સ્ટોરી પર શેર કરી શકે છે અને અન્ય લોકો સાથે તેને ટેગ કરી શકે છે. એટલે કે તેમને તે લોકોને અલગથી ટેગ કરવાની જરૂર નહીં પડે.

આ ફીચર ક્યાં લોકોને થશે ફાયદો?

આ ફીચર ખાસ કરીને એવા લોકોને ફાયદો કરશે જેઓ વારંવાર ગ્રુપ ફોટો શેર કરે છે. જેમ કે સ્પોર્ટ્સમેન, ગેમ પ્લેયર્સ અથવા કોઈપણ ક્લબના લોકો. હાલમાં, આ ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે વિશે કોઈ માહિતી નથી. સંભવ છે કે કંપની આગામી થોડા અઠવાડિયામાં તેને રિલીઝ કરવામાં આવે. પહેલા આ ફીચર યુએસમાં લોકો માટે લાઈવ કરવામાં આવશે.

થોડા સમય પહેલા મેટાએ તેની થ્રેડ્સ એપમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરી છે. જેમાં Following Tab, Your likes, Send on Instagram વગેરેનો સમાવેશ થાય છે. કંપની થ્રેડોના ઘટતા યુઝરબેઝને ઠીક કરવા માટે સમય સમય પર અપડેટ લાવી રહી છે. થ્રેડ્સ એપ્લિકેશને માત્ર 5 દિવસમાં 100 મિલિયનનો રેકોર્ડ ટ્રાફિક હાંસલ કર્યો હતો પરંતુ પછીથી તેનો ટ્રાફિક 75% જેટલો ઘટી ગયો હતો.

 

Related posts

શું તમારે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર બ્લ્યુ ટીક જોઈએ છે? માર્ક ઝુકરબર્ગ કરી મહત્વની જાહેરાત

KalTak24 News Team

માર્ક ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત, હવે એક જ વોટ્સએપ એકાઉન્ટને 4 ફોનમાં ચલાવી શકાશે

KalTak24 News Team

iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ;સુરતથી મુંબઈ પહોંચ્યા ગ્રાહકો

KalTak24 News Team
Advertisement