April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી,8 વર્ષથી લિવ ઈન રિલેશનમાં હતા,પોલીસે આરોપીની અટકાયત કરી

Surat Crime News Katargam

Surat Crime News: સુરતના કતારગામ વિસ્તારમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે. રાત્રે સુતેલી પ્રેમિકા પર પેટ્રોલ છાંટીને પ્રેમીએ જીવતી સળગાવી દીધી હતી. ત્યાર બાદ મહિલાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવમાં પોલીસે હાલ આરોપીની અટકાયત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર 50 વર્ષીય રાધા ગટુભાઈ ઝરપડા પરિવાર સાથે રહેતા હતા. રાધાને શંભુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવ ઈનમાં હતી.

રાત્રે આવી પેટ્રોલ છાંટી સળગાવીને ભાગી ગયો

રાત્રે રાધા પરિવાર સાથે ફૂટપાથ પર સુઈ ગઈ હતી. દરમિયાન 1.45 વાગ્યે શંભુ પેટ્રોલ લઈને ધસી આવ્યો હતો અને ત્યાર બાદ રાધા પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. રાધાએ બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા. ત્યાર બાદ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. દરમિયાન શંભુ ભાગી ગયો હતો. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી શંભુ ની ધરપકડ કરી છે. જ્યારે મૃતક મહિલાની ઓળખ રાધા ગટુભાઈ ઝરપડા તરીકે થઇ છે.

મૃતકની ફાઈલ તસવીર...
મૃતકની ફાઈલ તસવીર…

રાધાને 108માં હોસ્પિટલ સારવાર સાર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તાત્કાલિક બંધ વિભાગમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું સવારે સાડા છ વાગ્યે મોત નીપજ્યું હતું. માતાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મૃતકની દીકરી મનીષા ઝરપડા એ જણાવ્યું હતું કે, અમે બધા તો સુતા હતા, ત્યારે શંભુએ પેટ્રોલ છાંટીને મારી માતાને સળગાવી દીધી. ત્યાર બાદ તે ભાગી ગયો હતો. અમે પોલીસને બોલાવી હતી. મારી માતાને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મૃત જાહેર કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા વતનમાં ખેતી કામ કરે છે અને અમે માતા સાથે અહીં રહીને કડિયા કામ કરી ગુજરાત ચલાવીએ છીએ. શંભુ મારી માતા પર શંકા કરતો હતો કે તે કોઈ અન્ય સાથે પણ વાત કરી રહી છે. આ જ વહેમમાં તેણે તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી.

શંભુ રાધાને પેટ્રોલ છાંટીને સળગાવી દીધા બાદ નજીકમાં આવેલા એક મહાદેવના મંદિરમાં છુપાઈ ગયો હતો. પરિવારના જણાવ્યા બાદ પોલીસે મહાદેવ મંદિરમાંથી શંભુને પકડી પાડ્યો હતો. પોલીસે હાલ તો શંભુને પકડી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો: એલ.બી. ઝાલા

બનાવ અંગે ACP એચ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, “ગતરોજ રાત્રીના સમયે કતારગામ લલીતા ચોકડી પાસે હત્યાનો બનાવ બન્યો છે. આરોપી શંભુભાઈ ભુરીયા અને મૃતક મહિલા સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સબંધ હતો. તેઓ છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા હતા. ગતરોજ અને એના આગલા દિવસે મૃતક મહિલા અને આરોપી વચ્ચે અન્ય વ્યક્તિ સાથે આડા સબંધ હોવાની વાતને લઈને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાટમાં આવી આરોપીએ ગતરાતે મહિલા પર જવલનશીલ પ્રવાહી નાખીને સળગાવી હત્યા કરી હતી. આ બનાવમાં આરોપીની હાલ ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”

 

 

 

 

Related posts

સાળંગપુરધામ ખાતે મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર કરાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra

બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ,ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

KalTak24 News Team

સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હીટ એન્ડ રનમાં મોત;પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ઘરે ફરતી સમયે અકસ્માત નડ્યો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં