September 21, 2024
KalTak 24 News
Bharat

સુરતના 50 જેટલા જ્વેલર્સ દ્વારા બનાવી સોનાની સંસદ, હીરા જડિત ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’-જુઓ તસ્વીરો

Temple of Democracy 01 1

સુરત: સુરત(Surat) ના સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16 થી 18 ડીસેમ્બર સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે આ એકઝીબીશનમાં નવા સંસદ ભવનની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. 50 જ્વેલર્સે હીરા જડિત ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’(Temple of Democracy) માટે દિવસ રાત મહેનત કરી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા તા – 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સુરતના સરસાણા કનવેન્શન સેન્ટર ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચર ભાગ લેશે.એક્ઝિબિશનમાં દેશભરમાંથી જ્વેલરી રિટેઇલર અને હોલસેલર ખરીદી માટે આવશે.

Temple of Democracy 02

3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ

આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર નવા સંસદ ભવનની પ્રતિકૃતિ રહેશે. જે બનાવવામાં ગોલ્ડ, સિલ્વર અને વિવિધ પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરાયો છે. સુરતના 50 જેટલા જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે. આ પ્રતિકૃતિ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને તેમાં પ્રાકૃતિક હીરા ઉપરાંત લેબગ્રોન હીરાનો પણ ઉપયોગ કરાયો છે. આજે આ એક્ઝિબિશનનું ઉદ્ધાટન ગુજરાતના મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના કર્યા વખાણ
ચેન્નાઈથી એક ડેલીગેશન આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યું હતું. તેઓએ આ એક્ઝિબિશન નિહાળ્યું હતું અને ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની પ્રતિકૃતિના ખુબ જ વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં સાથે મળીને બીઝનેસ કરવા વિશે વિચારણા કરીશું.અમને અહીં આવીને ખુબ ગમ્યું છે. આ એક્ઝિબિશન ખુબ જ અદ્ભુત છે.

Temple of Democracy 04

ટેમ્પલ ઓફ ડેમોક્રેસી બનાવવી એક પડકાર હતો
KalTak 24 News સાથે વાતચીતમાં રાકેશકુમારે જણાવ્યું હતું કે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી પ્રતિકૃતિ બનાવવી એ અમારા માટે એક મોટી ચેલેન્જ હતું. 10થી 15 કારીગરોએ દિવસ રાત કામ કરીને આ સફળ બનાવ્યું છે. કારીગરોએ ખુબ જ મહેનત કરી છે. ગોલ્ડ, સિલ્વર સહિતના મટીરીયલ અને સ્ટોન અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

Temple of Democracy 03

 

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

જહાંગીરપુરી વિસ્તારમાં પોલીસ પર ફરી થયો પથ્થરમારો, તપાસ માટે પહોંચી હતી ટીમ

KalTak24 News Team

BREAKING: સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની ઉંમરે નિધન

KalTak24 News Team

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનમાં મદુરાઈ પાસે ભીષણ આગ,9 શ્રદ્ધાળુના નિધન,25થી વધુ ઘાયલ હોવાના અહેવાલ

KalTak24 News Team