રાષ્ટ્રીય
Trending

રાજસ્થાનના હનુમાનગઢમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ,દુર્ઘટનામાં બે લોકોના મોત- જુઓ વિડીયો

  • રાજસ્થાનમાં સેનાનુ વિમાન ક્રેશ
  • રાજસ્થાનમાં મિગ-21 વિમાન ક્રેશ થયુ
  • દુર્ઘટનામાં 2 નાગરિકોના મોત

Indian Air Force MiG-21 crashed: રાજસ્થાનથી વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં હનુમાનગઢ(Hanumangarh)માં વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ(MiG-21 crashed) થઈ ગયું છે.આ વિમાન ક્રેશ થઈને એક મકાન પર પડ્યું હતું. માહિતી અનુસાર બંને પાઈલટ પણ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામીણો અને સ્થાનિકો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. હનુમાનગઢના બહલોલ નગરમાં આ ઘટના બની હોવાની માહિતી મળી છે.આ દુર્ઘટનામાં 2 ગ્રામીણ નાગરિકોના મોત થયાનું પણ સામે આવ્યું છે. 

હનુમાનગઢ SP સુધીર ચૌધરીએ જણાવ્યું કે, વિમાન સુરતગઢથી ટેકઓફ થયું હતું અને તે બહલોલનગરમાં ક્રેશ થયું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને એક ઘર પર પડ્યું જેના લીધે 2 મહિલાઓના મોત થયાં જ્યારે 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત છે.

રાજસ્થાનના હનુમાનગઢના બહલોલનગર ગામમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ (MIG-21 ક્રેશ) સોમવારે (8 મે) સવારે રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું. વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. પાયલોટે પેરાશૂટની મદદથી પ્લેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, હેલિકોપ્ટર એક મકાન સાથે અથડાયું હતું, જેના પરિણામે એક મહિલા અને એક પુરુષનું મોત થયું હતું. હાલમાં વાયુસેના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

એરફોર્સે જાહેર કર્યું નિવેદન
એરફોર્સે આ મામલે નિવેદન જારી કરીને જણાવ્યું કે, વાયુસેનાના MiG-21 વિમાને આજે સવારે નિયમિત ટ્રેનિંગ માટેની ઉડાણ ભરી હતી. ત્યારે જ આ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. બંને પાઇલટ પોતાને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સેનાના આ મિગ 21 ફાઈટર જેટ વિમાન કઈ રીતે દુર્ઘટનાનો ભોગ બન્યું તેનું કારણ જાણી શકાયું નથી. તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ તપાસ ચાલુ છે. જો કે દુર્ઘટનામાં વિમાનમાં સવાર પાયલટ સુરક્ષિત છે. હવે ઘટનાસ્થળેથી લોકોને દૂર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. 

1960માં કાફલામાં જોડાયું હતું મિગ 21 
મિગ-21 દુર્ઘટનાની આજની ઘટનાએ સોવિયેત મૂળના મિગ-21 એરક્રાફ્ટ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1960ના દાયકાની શરૂઆતમાં ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ-21 એરક્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં મિગ-21 વિમાનથી લગભગ 200 અકસ્માતો થયા છે.

મિગ-21 લાંબા સમયથી ભારતીય વાયુસેનાનો મુખ્ય આધાર હતો. જોકે એરક્રાફ્ટનો સેફ્ટી રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે માર્ચમાં સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેય સેવાઓના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે સંકળાયેલા અકસ્માતોમાં 42 સંરક્ષણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 45 હવાઈ અકસ્માતો થયા છે, જેમાંથી 29 IAF પ્લેટફોર્મ સામેલ છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button