Surat News: સુરતના સિંગણપોર વિસ્તારમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં એસીમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના કારણે ફર્નીચર, કોમ્પ્યુટર સહિતનો સમાન બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતના સિંગણપોર હેલ્થ સેન્ટર પાસે ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાનું કાર્યાલય આવેલું છે. આજે સવારે કર્મચારીઓ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને એસી શરુ કરતા શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ આગને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટર અન્ય એસી તેમજ જરૂરી દસ્તાવેજો પણ સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ પણ સતત થઈ ગયું હતું. સિંગણપુર ચાર રસ્તા ઉપર જ ઘટના બનતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.
સબ ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, સિંગણપોર હેલ્થ સેન્ટર પાસે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં જ્યારે કર્મચારીઓ દ્વારા ઓફિસ ખોલીને એસીની સ્પીચ ઓન કરી હતી, ત્યારે એકાએક જ એસીમાં ધડાકો થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોત જોતામાં સર્કિટ થયું અને તેના કારણે આખી ઓફિસ લપેટમાં આવી ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. કતારગામ, ડભોલી અને મોગલી સરાઈ ફાયર સ્ટેશનની ગાડીઓ આગ બુજાવવા માટે રવાના થઈ હતી. જોકે સર્કિટ થતા જ કર્મચારીઓ બહાર આવી ગયા હતા. જેને કારણે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઓફિસમાં રહેલા મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર કોમ્પ્યુટર અને એસી બળીને ખાક થઈ ગયું છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube