WPL 2024 Cricket Match: આજથી વુમન્સ પ્રીમિયર લીગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ડબ્લ્યૂપીએલની બીજી સિઝન છે. પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ વિનર બની હતી જ્યારે દિલ્હી કેપિટલ્સ રનરઅપ રહી હતી. આજે બીજી સિઝનની પ્રથમ મેચ આ બંને ટીમો વચ્ચે જ બેંગલુરુમાં રમાવાની છે. આ સિઝનની ફાઈનલ મેચ 17 માર્ચના રોજ રમાવાની છે.
વુમન્સ પ્રીમિયર લીગની સિઝન આ વખતે બે શહેર દિલ્હી અને બેંગલુરુમાં રમાવાની છે. ગયા વર્ષ મુંબઈના બે ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
I am overwhelmed with gratitude as we commence on a new journey today with the start of Women’s Premier League Season 2. Our vision was to establish the biggest women’s cricket league, and I extend my heartfelt thanks to everyone who has contributed to turning this vision into… pic.twitter.com/q3cueUohHR
— Jay Shah (@JayShah) February 23, 2024
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની અને ઓપનિંગ મેચ સહિત કુલ 11 મેચ રમાવાની છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એલિમિનેટર અને ફાઈનલ સહિત 11 મેચ રમાશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 22 મેચ જ રમાશે.
તમામ ટીમોના કેપ્ટનની વાત કરીએ તો, હરમનપ્રીત કૌર (મુંબઈ ઈન્ડિયન્સ), મેગ લેનિંગ (દિલ્હી કેપિટલ્સ), સ્મૃતિ મંધાના (રોયલ ચેલેન્જર્સ બેંગલોર), એલિસા હીલી (યુપી વોરિયર્સ) અને બેથ મૂની (ગુજરાત જાયન્ટ્સ)ની કમાન સંભાળશે.
વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સ્ટાર્સ પર્ફોર્મન્સ આપવાના છે.
દર્શકો વુમન્સ પ્રીમિયર લીગના સ્પોર્ટ્સ 18 નેટવર્ક ચેનલ્સ સ્પોર્ટ્સ 18 1 એસડી અને સ્પોર્ટ્સ 18 1 એચડી પર મેચ લાઈવ જોઈ શકશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર પણ જોઈ શકશે.
WPL 2024: સંપૂર્ણ શેડ્યૂલ
- 23 ફેબ્રુઆરી- મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (બેંગલુરુ)
- 24 ફેબ્રુઆરી- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ યુપી વોરિયર્સ (બેંગલુરુ)
- 25 ફેબ્રુઆરી- ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (બેંગલુરુ)
- 26 ફેબ્રુઆરી – યુપી વોરિયર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (બેંગલુરુ)
- 27 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ (બેંગલુરુ)
- 28 ફેબ્રુઆરી – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ (બેંગલુરુ)
- 29 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (બેંગલુરુ)
- 1 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ (બેંગલુરુ)
- 2 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (બેંગલુરુ)
- 3 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (બેંગલુરુ)
- 4 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (બેંગલુરુ)
- 5 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી)
- 6 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (દિલ્હી)
- 7 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી)
- 8 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ (દિલ્હી)
- 9 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ (દિલ્હી)
- 10 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (દિલ્હી)
- 11 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ (દિલ્હી)
- 12 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (દિલ્હી)
- 13 માર્ચ – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ (દિલ્હી)
- 15 માર્ચ – એલિમિનેટર (દિલ્હી)
- 17 માર્ચ – ફાઇનલ (દિલ્હી)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube