December 18, 2024
KalTak 24 News
Sports

BCCI Media Rights/ મીડિયા રાઇડ્સમાં Viacom18એ મારી બાજી,ટીવી અને ડિજિટલ બંને અધિકારો મેળવ્યા

Viacom 18 bags BCCI rights for both digital and TV

BCCI Media Rights Viacom Won TV And Digital Rights: ભારતીય ક્રિકેટ ટીમની સ્થાનિક મેચોના પ્રસારણ અધિકારો મેળવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઈ-ઓક્શન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, Viacom 19 એ આ વખતે ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સ્થાનિક મેચોના ટીવી અને ડિજિટલ પ્રસારણ અધિકારો મેળવી લીધા છે. આ સાથે હવે આ કરાર ઓસ્ટ્રેલિયા સામેની આગામી હોમ વનડે સીરીઝથી શરૂ થશે. ડિઝની સ્ટાર પણ ટીમ ઈન્ડિયાની મેચોના મીડિયા અધિકારો મેળવવાની રેસમાં હતી, પરંતુ તે સફળ થઈ શકી નહીં.

ઉલ્લેખનીય છે કે, વાયાકોમ 18 બોર્ડને 5 વર્ષ માટે કુલ 5,966.4 કરોડ રૂપિયા આપશે. તેમની પાસે માર્ચ 2028 સુધી આ રાઇટ્સ રહેશે. આ સાઇકલની શરૂઆત સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે ત્રણ વનડેની શ્રેણી રમશે, તેનાથી થશે. આ 5 વર્ષ દરમિયાન વાયાકોમ 88 મેચ બ્રોડકાસ્ટ કરશે.

અગાઉ, ટીમ ઈન્ડિયાની ઘરઆંગણાની મેચોના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે હતા, જે છેલ્લા 11 વર્ષથી સતત આ અધિકારો ધરાવે છે. હવે વાયકોમ 18એ તેમને હરાવીને ડિજિટલ તેમજ ટીવીના અધિકારો મેળવી લીધા છે. આ અંગે ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, વાયાકોમે એક મેચ માટે 67.8 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, જે ગત વખત કરતા 7.8 કરોડ રૂપિયા વધુ છે.

સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરઆંગણે રમાનારી વનડે સીરિઝથી શરૂ થનારા આ કરારમાં વાયાકોમ 18ને આગામી 5 વર્ષમાં ટીમ ઈન્ડિયાની 88 આંતરરાષ્ટ્રીય મેચો બતાવવાની તક મળશે. આ કોન્ટ્રાક્ટ માર્ચ 2028માં સમાપ્ત થશે. હવે ટીમ ઈન્ડિયાની હોમ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ અને વુમન્સ પ્રીમિયર લીગ બાદ હવે વાયાકોમ 18એ ઇન્ડિયાની હોમ મેચના રાઇટ્સ પણ મેળવી લીધા છે. BCCI સેક્રેટરી જય શાહે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

વાયકોમ પાસે ભારતમાં આ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પ્રસારણ કરવાનો અધિકાર છે. આગામી 5 વર્ષ માટે BCCI પાસેથી મીડિયા અધિકારોના સંપાદન સાથે, Viacom18 પાસે હવે ઘણી વધુ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પ્રસારણ કરવાના અધિકારો છે. તેની પાસે IPL, ટીવી અને વિમેન્સ પ્રીમિયર લીગના ડિજિટલ પ્રસારણ અધિકારો, વર્ષ 2024થી ભારતમાં દક્ષિણ આફ્રિકાની ઘરઆંગણાની મેચોના પ્રસારણ અધિકારો, રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, દક્ષિણ આફ્રિકા T20, NBA, શ્રેણી Aના પ્રસારણ અધિકારો છે.

BCCI મીડિયા અધિકાર પેકેજ
પેકેજ A: ટેલિવિઝન અધિકારો 20 કરોડ રૂપિયા પ્રતિ ગેમ (ભારતીય ઉપખંડ)
પેકેજ B: ડિજિટલ અધિકાર રૂપિયા 25 કરોડ પ્રતિ ગેમ (ભારત અને બાકીના દેશો)

ડિઝની સ્ટારે છેલ્લે 2018માં 60 કરોડ રૂપિયામાં મેચના મીડિયા અધિકારો મેળવ્યા હતા. જોકે, આ વખતે કંપનીઓએ ટેન્ડરમાં ઓછો રસ દર્શાવ્યા બાદ બીસીસીઆઈએ તેની કિંમત ઘટાડીને 45 કરોડ રૂપિયા કરી દીધી છે. જો કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથેની હાઈ-પ્રોફાઈલ રમતોને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈને મોટી બોલીની અપેક્ષા હતી. ભારત આગામી ચક્રમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે 39 મેચ રમશે.

 

Related posts

યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી:યશસ્વી જયસ્વાલે ફટકારી કારકિર્દીની પ્રથમ બેવડી સદી,બનાવ્યો ખાસ રેકૉર્ડ

KalTak24 News Team

IPL2022 : રાશિદ ખાને 4 બોલમાં જ ચેન્નાઇ સામેની મેચ પલટી

KalTak24 News Team

IPL Auction 2023: આજે 405 ખેલાડીઓની થશે હરાજી, 19 કરોડમાં Gujarat Titans આટલા ખેલાડીઓ ખરીદશે ?

KalTak24 News Team
Advertisement