December 18, 2024
KalTak 24 News
Sports

‘હમારી છોરીઓ છોરો સે કમ નહીં હે’,દુબઈમાં કરાટે ચેમ્પિયનશીપમાં સુરતની દીકરીએ જીત્યો ગોલ્ડ મેડલ

સુરત(Surat): સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીતીને દેશ,ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. 30 એપ્રિલના રોજ દુબઈ(Dubai) ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ(International Karate Championship)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય શિહોરા જીશા(Jisha)ને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.

આપને જણાવીએ તો,સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટીમાં પરિવાર સાથે શિહોર જીશા રહે છે.નાનપણથી જ સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતી જીશાએ કરાટેમાં પોતાની કારકિર્દી બનવાનો વિચાર બનાવ્યો હતો. અભ્યાસ સાથે તે કરાટેની ટ્રેનિંગ કરતી હતી. જીશા ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ દુબઈ ખાતે કરાટે ચેમ્પિયન શીપમાં ભાગ લેવા ગઈ હતી.

દુબઈ ખાતે 30 એપ્રિલથી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન શિપ બુડોકેન કપ દુબઈ-2023 સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 600થી વધુ કરાટે વિર-વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં શિહોરા જીશાબેન વિજયભાઈ કુમેટે(ફાઇટ)માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે કાતા ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પરિવાર સહિતના લોકોએ સ્વાગત કર્યું
આજે જયારે જીશા દુબઇથી સુરત ફરી હતી. જેને લઇને પરિવાર, સોસાયટી, સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારી કરવામાં આવી હતી. જીશાએ સોસાયટીમાં પ્રવેશ કરતા જ પરિવાર સહિતના લોકોએ અદભુત સ્વાગત કર્યું હતું. જેથી જીશા ભાવવિભોર થઇ ગઇ હતી. પરિવારના સભ્યોને ભેટીને રડી પડી હતી.

જીશા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે,સ્પર્ધા પહેલા 1 મહિના સુધી આકરી ટ્રેનિંગ કરી હતી. સુરતથી છેક બારડોલી ટ્રેનિંગ માટે જતી હતી. જોકે આ બાળકી બોયઝ વચ્ચે પ્રેક્ટિજીશાએ જણાવ્યું હતું કે, દુબઇની સ્પર્ધામાં 600થી વધુ ઉમેદવારો હતા. સ કરતી હતી. આ સફળતામાં પરિવાર, શાળા અને કોચનો સપોર્ટ રહ્યો હતો. મહત્વનુ છે કે દેશમાં અનેક આવા ટેલેન્ટ કેટલાય લોકોમાં રહેલા છે પરંતુ સમાજ અને પરિવાર જો આવા બાળકોની મદદે આવે તો ચોક્કસ પણે આ બાળક આગળ આવી શકે. જેમાં પરિવારનો અમુલ્ય ફાળો યોગ્ય ભાગ ભજવે છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

Asian Games 2023: એર રાઈફલ ટીમે રચ્યો ઈતિહાસ, એશિયન ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

KalTak24 News Team

ICC ODI World Cup 2023 Schedule/ICC ODI વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 8મી ઓક્ટોબરે પહેલી મેચ,જાણો સંપૂર્ણ શેડ્યૂલ

KalTak24 News Team

રિષભ પંતને નડ્યો ભયંકર અકસ્માત, કાર બળીને ખાખ,જાણો ક્યાં નડ્યો અકસ્માત?

KalTak24 News Team
Advertisement