Ravichandran Ashwin Retirement: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. તે બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટર આર અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે.બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હતી. મેચ ડ્રો થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે આ જાહેરાત કરી હતી. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીનો અંત ભારતના બીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે કર્યો હતો. તેના નામે 106 ટેસ્ટ મેચમાં 24ની એવરેજથી 537 વિકેટ છે. તે માત્ર અનિલ કુંબલેથી પાછળ છે, જેણે 132 ટેસ્ટ મેચમાં ભારત માટે 619 વિકેટ લીધી છે. ટેસ્ટ ક્રિકેટ સિવાય અશ્વિને ભારત માટે 116 વનડેમાં 156 અને 65 ટી-20માં 172 વિકેટ લીધી છે. IPLમાં પણ તેના આંકડા શાનદાર રહ્યા છે. IPLમાં 211 મેચમાં તેના નામે 180 વિકેટ છે.
𝙏𝙝𝙖𝙣𝙠 𝙔𝙤𝙪 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 🫡
A name synonymous with mastery, wizardry, brilliance, and innovation 👏👏
The ace spinner and #TeamIndia‘s invaluable all-rounder announces his retirement from international cricket.
Congratulations on a legendary career, @ashwinravi99 ❤️ pic.twitter.com/swSwcP3QXA
— BCCI (@BCCI) December 18, 2024
બ્રિસબેન ટેસ્ટમાં તે ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. તેને આ પ્રવાસમાં એડિલેડ ટેસ્ટ રમવાની તક મળી હતી જ્યાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું ન હતું. આ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં તેણે 53 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં તેણે માત્ર 9 વિકેટ લીધી હતી.
અશ્વિનની જગ્યા ભરવી મુશ્કેલ છે.
અશ્વિનની નિવૃત્તિ સાથે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં શૂન્યતા સર્જાશે. તેમની ખામીઓને પૂરી કરવી બિલકુલ સરળ રહેશે નહીં. 537 વિકેટ લેવાની સાથે તેણે 3,503 ટેસ્ટ રન પણ બનાવ્યા જેમાં 6 સદી અને 14 અડધી સદી સામેલ છે. તેની ગણતરી વર્તમાન ક્રિકેટમાં ટોચના ઓલરાઉન્ડરોમાં થાય છે. તેણે પ્લેયર ઓફ ધ સિરીઝના મામલામાં મહાન મુથૈયા મુરલીધરનની પણ બરાબરી કરી હતી. બંનેના નામે 11-11 પ્લેયર ઓફ ધ સિરીઝના એવોર્ડ છે.
Ravichandran Ashwin announces his retirement from all forms of international cricket.
Congratulations on a brilliant career 👏 pic.twitter.com/UHWAFmMwC0
— 7Cricket (@7Cricket) December 18, 2024
અશ્વિને તેની કારકિર્દીમાં શું મેળવ્યું?
- અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 250, 300 અને 350 વિકેટ ઝડપનાર ખેલાડી છે.
- અશ્વિન ભારત માટે સૌથી ઝડપી 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450 અને 500 ટેસ્ટ વિકેટ હાંસલ કરનાર ખેલાડી છે.
- અશ્વિને ચાર મેચમાં એક સદી અને પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.
- અશ્વિન એક સિઝનમાં સૌથી વધુ 82 વિકેટ ઝડપનાર ખેલાડી છે.
- અશ્વિને ભારતમાં સૌથી વધુ 383 વિકેટ ઝડપી છે.
- અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube