Paralympics: પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય પેરા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. ભારતે તાજેતરમાં સમાપ્ત થયેલી આ ગેમ્સમાં તેના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સાત ગોલ્ડ સહિત કુલ 29 મેડલ જીત્યા હતા. પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય મિશ્રિત ટીમમાં સામેલ મેડલ વિજેતાઓને 22.5 લાખ રૂપિયા આપવામાં આવશે.
વિજેતાઓ સ્વદેશ પહોંચતા જ થયું સ્વાગત
ભારતે પોતાના શાનદાર પ્રદર્શનથી પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો છે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ મંગળવારે ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકો દ્વારા ફૂલો, માળા અને મીઠાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ સાથે તેના ઐતિહાસિક અભિયાનનો અંત કર્યો હતો.
#WATCH | India’s #Paralympics2024 contingent returns to the country. Visuals outside Delhi airport.
India stood at the 18th position in the points table, with a total of 29 medals – 7 golds, 9 silvers and 13 bronze. pic.twitter.com/ra7GZOLf48
— ANI (@ANI) September 10, 2024
ગોલ્ડ મેડલ વિજેતાને મળશે રૂ.75 લાખ
તમામ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓને સન્માનિત કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ખેલ મંત્રીએ આ ઈનામની જાહેરાત કરી હતી. તેણે કહ્યું છે કે પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર એથ્લેટને ઈનામ તરીકે 75 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ વિજેતાને 30 લાખ રૂપિયા આપવામાં આવશે. મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સારું પ્રદર્શન કરનાર આર્ચર શીતલ દેવીને 22.5 લાખ રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે.
2028 પેરાલિમ્પિકમાં વધુ મેડલ જીતશે
ખેલ મંત્રી મનસુખ માંડવીયાએ 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પેરા એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ પ્રદાન કરવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. 2016માં ચાર મેડલમાંથી, ભારતે ટોક્યોમાં 19 અને પેરિસમાં 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું. અમે અમારા તમામ પેરા એથ્લેટ્સને તમામ સુવિધાઓ પૂરી પાડીશું જેથી કરીને અમે 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ અને ગોલ્ડ મેડલ જીતી શકીએ.
મેડલ ટેલીમાં 170 દેશોમાં ભારત 18માં સ્થાને છે.
ભારતે 2024ના અભિયાનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને સ્વિટ્ઝર્લેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા, તુર્કી, આર્જેન્ટીના જેવા ટોચના દેશોને હરાવીને પેરિસ પેરા ગેમ્સમાં વિશ્વના ટોચના 20 દેશોમાં સ્થાન મેળવ્યું હતું. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કુલ 29 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં 170 દેશોમાં 18માં સ્થાને છે. પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
India’s Pride Returns! 🇮🇳✨
Our para-athletes and PCI team have touched down to a hero’s welcome! With 29 medals and countless hearts won, they return stronger, prouder, and more determined.
Their incredible achievements in Paris are just the beginning of a new era for Indian… pic.twitter.com/64BRgPgipH
— Paralympic Committee of India (@PCI_IN_Official) September 10, 2024
ભારતે ટોક્યોનો રેકોર્ડ તોડ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ ભારત માટે સૌથી સફળ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 આ પહેલા ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક્સ રહ્યો હતો. તેમાં ભારતે 54 એથ્લેટ મોકલ્યા હતા અને 19 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે પોતાનો 20મો મેડલ જીતતાની સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉપરાંત સાત ગોલ્ડ જીતીને ભારતે ટોક્યોનો પાંચ ગોલ્ડનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ
1. અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
2. મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)
3. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)
4. મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)
5. રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)
6. પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)
7. નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)
8. યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)
9. નિતેશ કુમાર (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)
10. મનીષા રામદાસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
11. તુલાસિમાથી મુરુગેસન (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)
12. સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)
13. શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) – બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન
14. સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)
15. નિત્યા શ્રી સિવાન (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SH6)
16. દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 400 મીટર (T20)
17. મરિયપ્પન થાંગાવેલુ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)
18. શરદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)
19. અજીત સિંહ (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)
20. સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)
21. સચિન સર્જેરાવ ખિલારી (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ શોટ પુટ (F46)
22. હરવિન્દર સિંઘ (તીરંદાજી) – ગોલ્ડ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન
23. ધરમબીર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)
24. પ્રણવ સુરમા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)
25. કપિલ પરમાર (જુડો) – બ્રોન્ઝ મેડલ, મેન્સ 60 કિગ્રા (J1)
26. પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T44)
27. હોકુટો હોટોજે સેમા (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ શોટ પુટ (F57)
28. સિમરન શર્મા (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલા 200 મીટર (T12)
29. નવદીપ સિંહ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F41)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube