- IPL 2024ને લઈને મુંબઈ ઈન્ડિયંસે કર્યો બદલાવ
- 10 વર્ષથી કેપ્ટન રહેલાં રોહિત શર્માને પદથી હટાવ્યાં
- આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્શનશીપ કરશે હાર્દિક પંડ્યા
Hardik Pandya replaces Rohit Sharma: મુંબઈ ઈન્ડિયન્સે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. IPLની આગામી સીઝન માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કમાન સોંપવામાં આવી છે.રોહિત શર્મા છેલ્લાં 10 વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં છે. પણ આ વખતે ફ્રેંચાઈઝીએ 2024ની સીઝનથી પહેલા મોટી ડીલ કરી છે અને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમે આઈપીએલ મિની નીલામી પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. નીલામી 19 ડિસેમ્બરનાં થવાની છે.હાર્દિક હાલમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થઈને મુંબઈ ઈન્ડિયન્સ આવ્યો હતો. 2015થી 2021 સુધી હાર્દિક મુંબઈનો જ ભાગ હતો
લીડરશીપમાં મોટો ફેરફાર
અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે 5 વખત ટાઈટલ જીત્યું છે. હવે મુંબઈ ઈંન્ડિયંસે આજે 2024ની સીરીઝ માટે લીડરશીપ ગ્રુપમાં ફેરફાર કર્યો છે. સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશીપનાં પદથી હટાવ્યું છે જ્યારે હાર્દિકને એ પદ સોંપ્યું છે.
Hardik Pandya announced as captain for the IPL 2024 season.
Read more➡️https://t.co/vGbcv9HeYq pic.twitter.com/SvZiIaDnxw
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
મુંબઈના હેડ કોચ મહેલા જયવર્ધનેએ શું કહ્યું?
મહેલા જયવર્ધને કહ્યું હતું કે આ ટીમ નિર્માણનો એક ભાગ છે. સારા ભવિષ્ય માટે સત્યને વળગી રહેવું તે મુંબઈ ઈન્ડિયનની ફિલસૂફી છે. મુંબઈ ઈન્ડિયન્સને હંમેશા સચિનથી લઈને હરભજન અને રિકીથી લઈને રોહિત સુધીના અસાધારણ નેતૃત્વનો આશીર્વાદ મળ્યો છે, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપતી વખતે હંમેશા ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર નજર રાખી છે. આ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યા IPL 2024ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.
વધુમાં કહ્યું હતું કે અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ; 2013 થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેના નેતૃત્વથી માત્ર ટીમને અપ્રતિમ સફળતા જ નહીં પરંતુ તેણે આઈપીએલના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, MI અત્યાર સુધીની સૌથી સફળ અને પ્રિય ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા મેદાનમાં અને બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું.
હાર્દિક પંડયાને mi નો કેપ્ટન બનાવાયો #HardikPandya #ipl24 #IPL2024 pic.twitter.com/ofvl59PQpM
— Sanskar Sojitra (@sanskar_sojitra) December 15, 2023
હાર્દિકે ગુજરાત ટાઈટન્સને અપાવ્યો હતો કપ
હાર્દિક પંડયા પણ કેપ્ટન તરીકે IPLનો ખિતાબ જીતી ચુક્યો છે. 2022માં ગુજરાત ટાઈટન્સે હાર્દિકની કેપ્ટનશિપમાં પહેલી વખત રમતા, ટાઈટલ પોતાના નામે કર્યું હતું. 2022ના ઓક્શન પહેલા મુંબઈએ હાર્દિકને રિલીઝ કરી દીધો હતો, પરંતુ 2024ના ઓક્શન પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સની સાથે જોડાયો હતો. હવે ટીમે રોહિતને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડયાને પોતાના નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube