Mayank Yadav: આઈપીએલ 2024ની 15મી મેચ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ (RCB vs LSG) વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌની ટીમે બેંગલુરુને 28 રનથી માત આપીને સિઝનની બીજી મેચમાં જીત મેળવી હતી. આ સાથે જ તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે બેંગલુરુની ટીમ 4 મેચમાં 1 જીત અને 3 હાર સાથે નવમા ક્રમે છે.
આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવે (Mayank Yadav) શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પોતાની ધારદાર બોલિંગથી આરસીબી બેટિંગ લાઈનઅપની કમર તોડી નાખી હતી. મયંક યાદવે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમાં રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ અને કેમરન ગ્રીન સામેલ રહ્યા. આ સાથે જ તેને સતત બીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥
Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim
— IndianPremierLeague (@IPL) April 2, 2024
સિઝનનો સૌથી વધુ બોલર મયંક યાદવના નામે
મયંક યાદવને RCB વિરૂદ્ધ મેચમાં આ સિઝનની સૌથી ઝડપી બોલ ફેક્યો હતો, તેને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. પંજાબ કિંગ્સ વિરૂદ્ધ મેચમાં મયંક યાદવે 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ તેને 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ફાસ્ટ બોલ છે. તે ઉમરાન મલિક બાદ 156 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકનારો ભારતનો બીજો બોલર છે. ઓવરઓલ આ લીગમાં ઝડપી બોલ ફેકનાર તે પાંચમો બોલર છે.
IPL 2024માં સૌથી ઝડપી બોલ ફેકનારા બોલર
બોલર | સ્પિડ |
---|---|
મયંક યાદવ | 156.7 કિમી/કલાક |
નાંદ્રે બર્ગર | 153.0 કિમી/કલાક |
ગેરાલ્ડ કોએત્ઝી | 152.3 કિમી/કલાક |
અલ્ઝારી જોસેફ | 151.2 કિમી/કલાક |
મથીશા પથિરાણા | 150.9 કિમી/કલાક |
Mayank Yadav enters the Top 5⃣ leaderboard ⚡️⚡️
Recap the lightening quick’s match-winning performance 🎥🔽 #TATAIPL | #RCBvLSG https://t.co/UiOQKfDW8N pic.twitter.com/xJekRg8j9g
— IndianPremierLeague (@IPL) April 2, 2024
IPL ટૂર્નામેન્ટમાં 155 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેકનારા ટોપ-5 બોલર
આ પહેલા ઉમરાન મલિક અને એનરિક નોર્ખિયા બે-બે વખત આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. મયંક યાદવની 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપી આઇપીએલ ઇતિહાસની ચોથી સૌથી ફાસ્ટ બોલ છે. આ મામલે શોન ટેટ ટોપ પર છે, તેને IPL 2011માં 157.7 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો. ઉમરાન મલિક IPLમાં સૌથી ફાસ્ટ બોલ ફેકનારો ભારતીય બોલર છે, તેને IPL 2022માં 157 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેક્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube